Gujarat

રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે

તારીખ ૧૮ અને ૨૦ ફેબ્રુઆરીના જામનગર જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેશે

જામનગર તા. ૧૬ ફેબ્રુઆરી, તા. ૧૭ ફેબ્રુઆરી ગુરુવાર થી તા.૨૦ ફેબ્રુઆરી રવિવારના દરમ્યાન રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાનો પ્રવાસ કરશે. જેમાં તા. ૧૭ના રોજ ૧૪:૦૦ થી ૧૮:૦૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજાશે, તેમજ તા. ૧૮ના રોજ ૦૯:૦૦ કલાકે ધ્રોલ ખાતે અને જામનગર ખાતે ૧૨:૦૦ થી ૧૬.૧૫ કલાકે લોકસંપર્ક યોજશે ત્યારબાદ જિલ્લાના લુંબીનગર ખાતે અનુ.જાતિ મોરચાના આગેવાનો સાથે બેઠક કરી મંત્રીશ્રી ૧૭.૩૦ કલાકથી લાવડીયા, નાઘુના, નારણપરવિસ્તારોની મુલાકાત લેશે.

તા. ૧૯ શનિવારના રોજ મંત્રીશ્રી ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી ધ્રોલ ખાતે લોકસંપર્ક યોજશે ત્યારબાદ જામજોધપુર તાલુકાના મોટીભરડ ખાતેથી  શેઠવડાળા થી બુટાવદર વાયા મોટીબરડ રોડનું ખાતમુહૂર્ત કરશે.તા. ૨૦ રવિવારના રોજ મંત્રીશ્રી મતવા, હડમતીયા, વાગડીયા, વાણીયા, મોટી ભલસાણ,સુમરી, હર્ષદપુર, નવા મોખાણાઅનેજૂના મોખાણા ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે.                                       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *