Gujarat

રાણપુરના ગઢીયા ગામે પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો TLM વર્કશોપ યોજાયો.

સમગ્ર શિક્ષા કચેરી બોટાદ અને બી.આર.સી.ભવન રાણપુર દ્વારા તાલુકા કક્ષાનાં ટી.એલ.એમ.વર્કશોપનુ આયોજન ગઢીયા ગામે પ્રાથમિક શાળાામાં કરવામાં આવેલ. જેમાં તાલુકાની જુદી જુદી શાળાનાં ૧૧ શિક્ષકો દ્વારા ધોરણ ૧/૨ માં  સરકાર તરફથી આપવામાં આવેલ સ્ટડી ટેબલ પર ગુજરાતી, ગણિત અને પર્યાવરણની અધ્યયન નિષ્પતિઓને ધ્યાનમાં રાખીને ઓઇલ પેઇન્ટ કલરથી ખુબ જ સરસ પાયાનાં શિક્ષણમાં ઉપયોગી અને ટકાઉ ટી.એલ.એમનું નિર્માણ કરવામાં આવેલ. ખાસ  કરીને વાંચન,ગણન અને લેખનને વર્કશોપમાં મહત્વ આપવામાં આવેલ. આ તકે બોટાદ જિલ્લા સમગ્ર શિક્ષા કચેરીમાંથી અલ્તાફભાઇ મુગલ (P&Mo) તથા તાલુકા કેળવણી નિરીક્ષક કરણસિંહ લીંબોલા ઉપસ્થિત રહેલ. ગઢીયા પ્રા.શાળા આચાર્ય,સમગ્ર સ્ટાફ દ્વારા ખુબ જ સરસ  સહકાર મળેલ. સી.આર
સી.કો.અશોકભાઇ જેજરીયા તથા  બી.આ.સી.કો.રાઠોડ રમેશકુમાર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220310-WA0568.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *