Gujarat

રાણપુરના નાનીવાવડી ગામે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાનીવાવડી ગામે પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ.રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી રૂપે નાનીવાવડી પ્રાથમિક શાળામા પ્રશ્નો પૂછો,વિજ્ઞાન જાણો” વિષય પર સંવાદ યોજાયો હતો.આ સંવાદ થકી બાળકોએ અંધશ્રદ્ધા દૂર કરી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવો,જીજ્ઞાસાવૃત્તિ કેળવવી તેમજ નિરીક્ષણ અવલોકન કેવી રીતે કરવું તે બાબતો પર વિશેષ ચર્ચા કરવામાં આવેલ.શાળાના વિધાર્થી ડોડીયા જયપાલસિંહ દ્વારા ડો.સી.વી રામન ના જવન-કવન વિશે ખૂબ સરસ માહિતી આપવામાં આવી હતી.વિજ્ઞાન શિક્ષક ચંદ્રેશભાઈ દ્વારા આજનો દિન-મહિમાનું વર્ણન કરવામાં આવ્યું હતું અને આપણા જીવનમાં વિજ્ઞાન નો સમજદારી પૂર્વક ઉપયોગ કરવા બાબતે બાળકો ને સજાગ કરવામાં આવ્યા હતા.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

e1015798cfb94a20a32d4b7c587ae413.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *