શિક્ષક તરીકેના ૩૨ વર્ષ સુધી એકજ સ્કુલમાં જન્મભૂમિ હાઈસ્કુલમાં નોકરી કરી અનેકના દિલ જીતી લીધા..
બોટાદ જિલ્લાના રાણપુર ખાતે આવેલ ધી.જન્મભૂમિ હાઇસ્કુલ ના ઉચ્ચતર વિભાગમાં ૩૨ વર્ષની શિક્ષક તરીકે ફરજ બજાવતા રસિકભાઈ શંકરલાલ પટેલ વય મર્યાદા પુર્ણ થતા તેઓ નો વિદાય સમારંભ યોજાયો જેમાં રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા સભ્ય નરેન્દ્રભાઈ દવે,પ્રકાશભાઇ સોની,વામનભાઈ સોલંકી દ્વારા શ્રીફળ અને સાકર નો પડો આપી રસિકભાઈ પટેલ ને વિદાય આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી તારાબેન પટેલ અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી રાકેશભાઈ વ્યાસ,લીંબડી નગરપાલિકાના પ્રમુખ બેલાબેન વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થાના પ્રમુખ ગોવિંદસિંહ ડાભી સહીત આ કાર્યક્રમમાં રાણપુર ગામના અનેક પ્રતિષ્ઠિત લોકો હાજર રહ્યા હતા તમામ લોકો દ્વારા શિક્ષક રસિકભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય અનિલભાઈ ગોહિલ દ્વારા સન્માનપત્ર અને સ્મૃતિચિન્હ અર્પણ કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.ધી જન્મભૂમિ હાઈસ્કૂલના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા પણ પુષ્પ ગુચ્છ અર્પણ કરી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પણ પોતાના ગુરુ ભક્તિ દેખાડતાં રસિકભાઈ પટેલ ને સન્માનિત કર્યા હતા.આ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય અનિલભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સંચાલન શિક્ષક જગતભાઈ મોડકા દ્વારા કરવામાં આવ્યું હતું.રસિકભાઈ પટેલ એક શિક્ષક તરીકેની ૩૨ વર્ષની નોકરી દરમ્યાન રાણપુરની ધી.જન્મભૂમિ હાઇસ્કુલમાં ૪ વર્ષ સુધી ઈન્ચાર્જ આચાર્ય તરીકે પણ રહી ચુક્યા છે.ત્યારે શિક્ષક તરીકેની નોકરી પુરી કરી નિવૃત થતા સૌ કોઈ આંખમાં આંસુ રોકી શક્યા નોહતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


