Gujarat

રાધનપુરના શેરગંજમાં વિધર્મી યુવાન દ્વારા યુવતી પર હુમલો

પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાનાં શેરગંજ ગામના ચૌધરી વાસમાં રહેતી યુવતીના ઘરમાં વિધર્મી યુવાને કર્યો હુમલો. વિધર્મી યુવાને ઘરમાં ઘુસીને છરી વડે યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ યુવાનનું નામ બલોચ યાસીન જાણવા મળ્યુ હતું. હજુ સુધી હુમલો કરવાનું કારણ અકબંધ છે. કયા કારણસર આ વિધર્મી બલોચ યાસીન નામનો યુવાન ગામમાં આવેલ ચૌધરી વાસમાં ઘરમાં ઘુસી યુવતી પર છરી વડે હુમલો કર્યો તે જાણવા નથી મળ્યું. યુવતી ઘાયલ હોવાથી ગંભીર હાલતમાં તેને ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગેની જાણ પોલીસને થતાં પોલીસ પોતાનો કાફલો લઈ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તે દરમ્યાન ગ્રામજનોએ આરોપી યુવકને પકડી લેતા પોલીસ આવતા તેને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *