બનાસકાંઠા
પાલનપુરના પીપળીભા ગામમાંથી એક ચોકાનારી ઘટના સામે આવી છે. જેમાં ત્રણ મહિના અગાઉ પત્નીએ પોતાના પ્રેમમાં અવરોધરૂપ બનતા પતિને પ્રેમી સાથે મળીને પતાવી દીધો હતો. લાશને બાજુના ખેતમાં દાટીને પતિ ગુમ થયો હોય એમ મગરના આસુ સાર્યા હતા. જાેકે, કહેવત છે કે, ‘પાપ છાપરે ચડીને પોકારે’ એમ અંતે ત્રણ મહિના બાદ પતિનું કંકાલ મળતા પત્નીના કરતુતનો ભાંડો ફુટી ગયો છે. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, ગત તારીખ ૨૦ જૂન ૨૦૨૨ના રોજ પીપળીભા ગામના અમરાભાઇ પ્રજાપતિ પોતાના ખેતમાં બાજરી વાઢવા જતા ખેતરમાંથી એક માનવ કંકાલ મળી આવ્યું હતું. અમરાભાઇ ગભરાઇ જતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે માવન કંલાક કબ્જે કરીને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતુ અને ગુમ થયેલા લોકોની વિગતો એકઠી કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત પોલીસે કંકાલ પરથી મળેલા કપડા અને હાથે પહેરવાના પ્લાસ્ટિકના પટ્ટાના આધારે પણ તપાસ હાથ ધરી હતી. પોલીસની આ તપાસમાં ગત તારીખ ૧૭ મે ૨૦૨૨ના રોજ ગુમ થયેલા રમેશભાઈ ગમારના પરિવારજનોને બોલાવી ઓળખ હાથ ધરી હતી. જેમાં આ કંકાલ રમેશભાઈ ગમારનું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે પરિવારજનોની પુછપરછ આદરી હતી. જેમાં પરિવારજનોને રમેશની પત્ની લીંબુ પર શંકા ગઇ હતી. પોલીસે લીંબુની આગવી ઢબે પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને સમગ્ર હકિકત પોલીસ આગળ વર્ણવી હતી. મારે ગામના જ રાહુલ પટણી સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા એકાદ વર્ષથી અને એકદમ નજીક આવી ગયા હતા. રાહુલ ઘરે આવતો તે રમેશને ગમતું નહોતુ. જેથી તે મને મારઝુડ કરતો હતો. ત્યારબાદ રમેશને મારા અને રાહુલના સંબંધો વિશે ખ્યાલ આવી જતા તે દારૂ પીને દરરોજ મારી જાેડે મારકુટ કરતો હતો. જેથી હું કંટાળી ગઇ હતી. પતિના ત્રાસની આ વાત મેં મારા પ્રેમીને કરી હતી અને ત્યારબાદ અને રમેશનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. ત્યારબાદ એક રમેશ પુષ્કળ દારૂના નશામાં ઘરે આવ્યો હતો, એ વાતની મે રાહુલને જાણ કરી અને રાહુલ પણ મારા ઘરે આવ્યો. ત્યારબાદ અમે રમેશને નશાની હાલતમાં ખેતરમાં લઇ ગયા અને લીંબડાના ઝાડ સાથે બાંધી દીધો. રાહુલ સાથે મળીને મે રમેશને દારતડાના અસંખ્ય ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ વાતની કોઇને જાણ ન થાય તે માટે લાશને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને બાજુના ખેતમાં ખાડો ખોદીને દાટી દીધી હતી. ત્યારબાદ થોડા સમય પછી ખેતરમાં બાજરી વાઢવાની હોવાથી આ વાતની કોઇને ખબર ના પડે તેથી લાશને ફરી બહાર કાઢીને અન્ય ખેતરમાં બાજરીનું વાવેતર કરેું હતું ત્યા નાખી દીધી હતી. પોલીસ સમક્ષ આ હકિકત રમેશની પત્ની લીંબુએ વર્ણવી હતી. જેથી પોલીસે પત્નની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
