Gujarat

લીલીયા પો.સ્ટે.ના લીલીયા ટાઉન વિસ્તારમાંથી જુગારધામ પકડી  પાડતી    લીલીયા પોલીસ ટીમ

 ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ નાબુદ કરવા
સૂચના આપેલ હોય, જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી. હિમકરસિંહ સાહેબ નાઓએ જીલ્લામાં દારૂ જુગારના સફળ કસ શોધી કાઢી ગેરકાયદેસર પ્રવૃતિ સંપૂર્ણ નાબુદ કરવા સઘળા પ્રયત્નો કરવા અને આવી બદી સંપૂર્ણ નાશ કરવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સાહેબ, સર્કલ પો.ઇન્સ. શ્રી જે.ડી.ડાંગરવાલા સાહેબ ના દ્રારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ
લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ, એમ.ડી.ગોહિલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના ટાઉન બીટ ઇન્ચાર્જ હિરેનભાઇ પ્રવિણભાઇ વેગડા તથા પો.કોન્સ. ગૌતમભાઇ વલકુભાઇ ખુમાણ તથા પો.કોન્સ. જીતેન્દ્રભાઇ ગોબરભાઇ ગંગલ નાઓએ ખાનગી બાતમી હકિકત આધારે લીલીયા મોટા, મનપ્લોટ વિસ્તાર, આણંદભાઇ વીભાભાઇ રાઠોડના ઘર પાસે જાહેર જગ્યામાં ગંજીપતાના પાના પૈસા વડે હારજીતનો જુગાર રમતા છે ઇસમોને રેઈડ દરમ્યાન રોકડા રૂ. ૧૦,૪૨૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૦૩ કિં.રૂ. ૧૫,૦૦૦/- તથા ગંજીપતાના પાના નંગ- ૫૨ કિ.રૂ. ૦૦/૦૦ ગણી કુલ કિં.રૂ. ૨૫,૪૨૦/- ના મુદામાલ સાથે નીચે મુજબના આરોપીઓને પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે .
→ પકડાયેલ આરોપી
(૧) આણંદભાઇ વીભાભાઇ રાઠોડ ઉ.વ.૪૫ ધંધો મજુરી રહે લીલીયા મોટા દે મતપ્લોટ વિસ્તાર તા. લીલીયા જી. અમરેલી, (ર) અલ્પેશ ઉર્ફે લાલો ભરતભાઇ ગોહીલ ઉ.વ ૨૪ ધંધો મજુરી રહે. લીલીયા મોટા ઠે. મફતપ્લોટ વિસ્તાર તા. લીલીયા જી. અમરેલી (૩) અમીત ઉર્ફે અમલો ભરતભાઇ નવાપરીયા ઉ.વ.૨૯ ધંધો મજુરી રહેલીલીયામોટા ઠે.મપ્લોટ વિસ્તાર તા.લીલીયા જી.અમરેલી (૪)અભય કીશોરભાઇ પરમાર ઉ.વ.૧૯ ધંધો મજુરી મુળ રહે દેવળીયા તા.જી.અમરેલી હાલ રહે લીલીયામોટા તા લીલીયા જી અમરેલી (૫) કેતનભાઇ આણંદભાઇ રાઠોડ ઉ.વ ૧૯ ધંધો મજુરી રહે. લીલીયા મોટા ઠે. મફતપ્લોટ વિસ્તાર તા. લીલીયા જી. અમરેલી. (૬) કીશનભાઇ ભનુભાઇ રૂદાતલા ઉ.વ.રા ધંધો મજુરી રહે. લીલીયા મોટા ઠે. મફતપ્લોટ વિસ્તાર તા. લીલીયા જી. અમરેલી.
આમ, આ સમગ્ર કામગીરીમાં લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ.ડી.ગોહિલ તથા ટાઉન
બીટ ઇન્ચાર્જ- હિરેનભાઇ પ્રવિણભાઇ વેગડા તથા પો.કોન્સ. ગૌતમભાઇ વલકુભાઇ ખુમાણ તથા પો.કોન્સ જીતેન્દ્રભાઇ ગોબરભાઇ ગંગલ વિ. પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220602-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *