Gujarat

લોકડાઉન દરમિયાન સંજય જાનીએ પ્રતિ દિવસ એક ચિત્રનો નિયમ બનાવી ૯૦ ચિત્ર સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા

હિસ્ટોરિકલ એન્ડ કલ્ચર રિસર્ચ સેન્ટર દ્વારા ઇતિહાસ, પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામ કરનારા પરંતુ બહુ ઓછા જાણીતા અને આ ક્ષેત્રોમાં પોતાનું જીવન અર્પણ કર્યું હોય તેવા લોકો માટે ગાંધીનગર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલસાધકોને ભાવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગર ઈનટેકના લાઇફ મેમ્બર, પી.જી.વી.સી.એલકર્મી શ્રી સંજય જાનીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાની પ્રવૃત્તિમાં સતત કાર્યરત રહેતા કલાકાર અને કલાક્ષેત્રનો એવોર્ડ મેળવનાર શ્રી સંજયભાઈ જાનીએ લોકડાઉન દરમ્યાન પ્રતિ દિવસ એક ચિત્રનો નિયમ બનાવી ૯૦ ચિત્ર સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.

આ કાર્યક્રમમાં સામજીક કાર્યકર્તા શ્રી અનારબેન પટેલ, લેખક શ્રી કિશોરભાઈ મકવાણા, સાહિત્ય અકાદમીના ડો.જયેન્દ્ર સિંહ જાદવ, પર્યાવરણ વિદ શ્રી મનીષ વૈદ તેમજ સંસ્થાના મેનેજિંગ ડિરેકટર શ્રી કપિલ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.

.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *