Gujarat

જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે રોડ સેફટી અંગે બેઠક યોજાઇ

જામનગર જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે સેફટી અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત રોડ સેફટી ઓથોરીટી એક્ટ-૨૦૧૮ ના નિયમ ૧૫(૧) વિષે ચર્ચા તેમજ સ્કૂલના બાળકોને લાવવા લઈ જવા પરિવહનમાં માર્ગ સલામતી કયા પ્રકારે સુનિશ્ચિત કરવી જેથી કરીને સ્કૂલ વાહનોના અકસ્માતો ઓછા થાય અને બાળકો અકસ્માતનો ભોગ ન બને તે પ્રકારે ચર્ચા, બ્લેક સ્પોટ આઇડેન્ટીફિકેશનપ્રવાસન સ્થળોની ચકાસણી કરવી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં લોકો અકસ્માતનો ભોગ ન બને અને અકસ્માત થતાં અટકાવવા માટે કેવા પ્રકારના પગલાઓ લેવા જોઈએ  તે બાબતે કલેકટરશ્રી એ આરટીઓના અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી બી. એન. ખેર,ઇન્ચાર્જ આરટીઓ જે.જે. ચુડાસમા, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી સ્ટાફ, તેમજ અન્ય અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. 

Collector-kacheri-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *