થાનગઢ તાલુકાના નવાગામની સીમમાં વાડીના શેઢે જાહેરમાં જુગાર
રમતા ૭ ઇસમો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર
રોકડા રૂા.૧,૦૫,૦૦૦/-, મોબાઇલ ફોન-૫ કી.રૂા.૧૪,૫૦૦/- તથા પાથરણુ, ગંજીપાના
સહિત કુલ રૂ.૧,૧૯,૬૦૦/- નો મુદામાલ ઝડપાયો
*પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાત સાહેબ નાઓએ જીલ્લામાંથી પ્રોહી/જુગારના વધુમા વધુ કેશો શોધી કાઢી, પરીણામલક્ષી કામગીરી કરવા તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી/જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા સારૂ અલગ અલગ ટીમો બનાવી અસરકારક કાર્યવાહી કરવા શ્રી એમ.ડી.ચૌધરી સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ,
જે અંગે શ્રી એમ.ડી.ચૌધરી સાહેબે પો.સબ.ઇન્સ.શ્રી વી.આર.જાડેજા સાહેબ તથા એલ.સી.બી. શાખાની અલગ અલગ ટીમો બનાવી દરેક ટીમને જીલ્લાના અલગ અલગ ડીવીઝન વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી પ્રોહી/જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી સફળ કવોલીટી કેસો શોધી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપતા એલ.સી.બી. ટીમ દ્વારા થાનગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે, ટંગાભાઇ વાલજીભાઇ તકોળી રહે.નવાગામની સીમ તા.થાનગઢ વાળો થાનગઢના નવાગામ ગામની ભાડુ નામની સીમમાં આવેલ પોતાના કબ્જા ભોગવટાની વાડીના શેઢા પાસે વેણના કાંઠે જાહેરમાં લાઇટના અજવાળે પોતાના આર્થિક ફાયદા સારૂ જુગાર રમવા બહારથી માણસો બોલાવી તેઓ પાસેથી નાળ ઉધરાવી ગંજીપાના વતી પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડે છે. અને હાલે જુગાર ચાલુ છે. જે હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે તાત્કાલીક બાતમી વાળી જગ્યાએ છાપો મારતા આરોપીઓ (૧) ટેગાભાઇ વાલજીભાઇ ડાભી ઉવ.૪૫ રહે.નવાગામની સીમમાં વાડીએ તા.થાનગઢ (૨) રાહુલભાઇ પેમાભાઇ માલકીયા ઉવ.૨૯ રહે.નવાગામ તા થાનગઢ (૩) ખોડાભાઇ વાલજીભાઇ વાધેલા ઉવ.૩૨ રહે.નવાગામ તા થાનગઢ (૪) કાળુભાઇ ખોડાભાઇ ડાભી ઉવ.૩૦ રહે.નવાગામ તા થાનગઢ (૫) રણજીતસિંહ હેમુભા રાઠોડ ઉવ.૪૫ રહે.થાનગઢ ખાખરાળી ચોકડી પાસે બીલ્ડીંગમાં તા.થાનગઢ (૬) હરજીભાઇ કેશવભાઇ સાબરીયા ઉવ.૪૦ રહેનવાગામ તા.થાનગઢ (૭) મહેન્દ્રભાઇ ખોડાભાઇ ડાભી ઉવ.૩૯ રહે.નવાગામ તા.થાનગઢ વાળાઓને ગંજીપાના વતી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૧,૦૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૧૪,૫૦૦/- તથા પાથરણ-૧ કિ.રૂ.૧૦૦/- તથા ગંજીપાના નંગ ૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ રૂ.૧,૧૯,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તમામ મુદામાલ કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ થાનગઢ પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
. રેડીંગ પાર્ટી –
એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.ડી.ચૌધરી સાહેબ, તથા પો.સબ.ઇન્સ. શ્રી વી.આર.જાડેજા સાહેબ તથા એ.એસ.આઇ. વાજસુરભા લાભુભા તથા જુવાનસિંહ મનુભા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ.કોન્સ. અમરકુમાર કનુભા તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા હિતેશભાઇ જેસીંગભાઇ તથા ગોવિંદભાઇ આલાભાઇ એ રીતેની ટીમ દ્વારા જુગારધારા હેઠળનો સફળ કવોલીટી કેશ શોધી કાઢેલ છે. રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ


