Gujarat

  કમિશ્નર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ ,ગાંધીનગર ,જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી છોટાઉદેપુર અને જલારામ દિવ્યાંગ સેવા ટ્રસ્ટ અને પેરા સ્પોર્ટ્સ એસો.તેમજ પેરા  સ્પોર્ટ્સ એસો.ના સંયુક્ત ઉપક્રમે જબૂગામ ખાતેની સી એન બક્ષી હાઈસ્કૂલ ખાતે આજે શારીરિક અક્ષમતા ધરાવતા ખેલાડીઓ માટેનો જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો હતો.

 જેમા જિલ્લાના તમામ વય કેટેગરીના 90 જેટલા OH  કેટેગરીના મહિલા અને પુરુષ ખેલાડીઓ એ ભાગ લીધો હતો,100 મીટર દોડ , બરછી ફેંક, ગોળા ફેંક, ભાલા ફેંક,ટ્રાઇસિકલ રેસ સહિતની રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો,અને રાજ્ય સરકાર દ્વારા સામાન્ય લોકોની જેમ શારીરિક અક્ષમતા ધરાવતા લોકો પણ પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે અને ખેલકુદ ક્ષેત્રે પોતાની પ્રતિભાને ઉજાગર કરી શકે તે માટે સ્પે.ખેલમહાકુંભ ના આયોજન બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220501-184242_2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *