Gujarat

 લોહાણા કન્યા છાત્રાલય અમદાવાદ પાલડી નો સુવર્ણ જયંતી મહોત્સવ..

ગિરગઢડા
   ભરત ગંગદેવ
  લોહાણા કન્યા છાત્રાલય અમદાવાદ પાલડી એ કન્યા કેળવણી છાત્રાલય ને સફળતા પૂર્વક 50 વર્ષ પૂરા થતા હોય આગામી 3 એપ્રિલ 2022 ના રોજ સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવશે આ મહોત્સવ ની વિશિષ્ટતા એ છે કે સંસ્થા મા રહિ ને ઉચ કેળવણી પ્રાપ્ત કરેલ દીકરી ઓ ને પણ આમંત્રણ ની સાથે સ્ટેજ પ્રોગ્રામ મા પણ પરફોર્મન્સ આપવા નિમંત્રણ આપવામાં આવેલ છે સાથે વિશેષ મા સંસ્થા ના પ્રમુખ  કે આઈ ઠક્કર તેમજ ટ્રસ્ટી  ઓ એ જણાવેલ કે આ સુવર્ણ જયંતી મહોત્સવ મા એજ્યુકેશન મા રુચિ ધરાવતા મહાનુભાવો ઉપસ્થિત રહેશે જેમાં ગુજરાત રાજ્ય ના પ્રથમ મહિલા અધ્યક્ષ  નીમાબેન આચાર્ય ગુજરાત હાઈ કોર્ટ ના જજ  બિપીન ભાઈ કારીયા સાહેબ તેમજ ભાર્ગવ ભાઈ કારીયા સાહેબ એજ્યુકેશન ના ભામાશા તરીકે ઓળખાતા  મહેન્દ્રભાઈ ઘેલાણી નૈરોબી થી દાતા  અરુણભાઈ સામાની  લોહાણા મહા પરિષદ ના ડાયમેટિક પ્રમુખ  સતિષભાઈ વિઠલાણી ઇસ્કોન ગ્રુપ ચેરમેન અને પૂર્વ પ્રમુખ  પ્રવીણભાઈ કોટક અને અગ્રણી ધારાશાસ્ત્રી અને પૂર્વ પ્રમુખ  યોગેશભાઈ લાખાણી અને લોહાણા મહા પરિષદ છાત્રાલય સમિતિ ચેરમેન  યોગેશભાઈ ઉનડકટ તેમજ દેશ ભર ના એજ્યુકેશન અને કન્યા કેળવણી મા રુચિ ધરાવતા મહાનુભાવો ઉપસ્થિત રહેશે અત્રે ઉલેખનિય છે કે 50 વર્ષ મા સેકડો દીકરી ઓ એ આ સંસ્થા મા રહી ને ઉચ ડિગ્રી હાંસલ કરેલ છે અને ઉચ સ્થાન પ્રાપ્ત કરી અને સંસ્થા પ્રત્યે માતૃભાવ ની ભાવના પ્રગટ કરી કહે છે કે અમારી માતૃસંસ્થા આજ વટ વૃક્ષ બની ને 50 વર્ષ પૂરા કર્યા ને દીકરી ઓ ને મીઠો છાયડો આપી એજ્યુકેશન સાથે આદર્શ ગૃહિણી ના સંસ્કારો નુ પણ સિંચન કરે છે સંસ્થા ના પ્રમુખ  કે આઈ ઠક્કર દાદા અને ટ્રસ્ટી મંડળે આ સુવર્ણ જયંતી મહોત્સવ મા પધારવા ભાવ ભર્યું નિમંત્રણ આપ્યું છે

IMG_20220307_185731.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *