ડી.જે ના તાલ સાથે શહેરના મુખ્યમાર્ગો પર રેલી કાઢી સ્વાગત કરવામાં આવ્યું….
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના શાપુર ગામના વતની અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા મહેન્દ્રકુમાર ચૌહાણભાઈ ડાભી માં ભારતીની રક્ષા કાજે ઘણા સમયથી આર્મીમાં ફરજ બજાવતા હતા.ત્યારે ગઈકાલે ફરજ પરથી રિટાયર થઈ પોતાના માદરે વતન શાપુર ખાતે પરત આવતા ગામમાં અને પરિવારજનોમાં હર્ષની લાગણી છવાય ગઈ હતી.સાથે સાથે શાપુર શહેરના મુખ્યમાર્ગો પર ડી.જે માં દેશભક્તિના ગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી રિટાયર આર્મી જવાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
અહેવાલ:હાર્દિક વાણીયા વંથલી


