Gujarat

વડોદરા મનપામાં સમાવવામાં આવેલ ૭ ગામોને આડેધડ વેરા બિલો આપતા રોષ

વડોદરા
વડોદરા શહેરમાં પોણા બે વર્ષ અગાઉ પાલિકામાં સમાવાયેલાં ૭ ગામોમાં સેવાસી ગામનો પણ સમાવેશ થાય છે. આ સેવાસી ગામમાં પાણી, ડ્રેનેજ અને રોડ સહિતની પ્રાથમિક સુવિધા ન મળવા છતાં આડેધડ વેરાબિલની ફાળવતાં સેવાસી ગામના નાગરિકોએ આજે સામાજિક કાર્યકરોની આગેવાનીમાં પાલિની વડી કચેરી ખાતે મોરચા સ્વરૂપે આવી મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અમારા ગામમાં ડ્રેનેજ લાઈન નથી. પાલિકા દ્વારા પાણી આપવામાં નથી આવતું. ગામમાં કેટલાક લોકોને ત્યાં તેમના મૃતક સ્વજનના નામે વેરા આપવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ સામાજિક સંસ્થા અને ૧૦ મંદિરોને રૂપિયા ૩.૮૦ લાખ ભરવા માટે વેરાબિલ બજવવામાં આવ્યું છે.વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલા ૭ ગામોમાં કોર્પોરેશન દ્વારા કોઇપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડ્યા વગર વેરા બિલો આપતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો છે. ગ્રામજનોએ જણાવ્યું કે, પહેલાં પાણી, રસ્તા, ડ્રેનેજ, લાઇટ જેવી સુવિધાઓ આપો, વેરા નોટિસ બાબતે વિવિધ ગામના લોકો દ્વારા કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશનમાં વેમાલી, સેવાસી, બીલ, ભાયલી, ઉડેરા, કરોડિયા અને વડદલા ગામનો તાજેતરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોનો સમાવેશ કરવામાં આવ્યા પછી, કોર્પોરેશન દ્વારા પાણી સહિતની કોઇ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી. તેમ છતાં કોર્પોરેશન દ્વારા વેરા બિલો આપવામાં આવતા ગામ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો છે. વિવિધ ગામના સરપંચો દ્વારા મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ સમાચાર ગામના લોકો મોરચો લઈ કોર્પોરેશનમાં રજુઆત માટે ગયા હતાં. વડોદરા શહેર નજીકના સેવાસી ગામમાં પ્રાથમિક સુવિધા ન મળવા છતાં આડેધડ વેરા બિલની ફાળવતાં સેવાસી ગામના નાગરિકોએ સામાજિક કાર્યકરોની આગેવાનીમાં પાલિકાની વડી કચેરી ખાતે મોરચા સ્વરૂપે આવી મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

Anger-among-people-who-pay-haphazard-tax-bills.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *