Gujarat

વડોદરામાં ગુજરાત બહાર-વિદેશથી અભ્યાસ કરી આવેલા વિદ્યાર્થીઓને એમબીબીએસમાં પ્રવેશના ર્નિણયનો થયો વિરોધ

વડોદરા
ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ ક્વોટામાં બીજા રાજ્યોના અને વિદેશથી અભ્યાસ કરીને આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કરેલી જાહેરાતના વિરોધમાં વડોદરા ગોત્રી મેડિકલ કોલેજના સ્ટુડન્ટોએ પ્લેકાર્ડ સાથે દેખાવો-સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા પ્રવેશ બાબતે જે ર્નિણય લેવામાં આવ્યો છે. તે પરત ખેંચવા માંગણી કરી છે. જાે સરકાર દ્વારા ર્નિયણ પરત લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની વિદ્યાર્તીઓએ ચીમકી ઉચ્ચારી છે. રાજ્યમાં તાજેતરમાં મેડિકલ પીજીના એડમિશનના નિયમોમાં ફેરફાર કરવાથી ગુજરાતના ડોક્ટરોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જાેવા મળેલ છે. અગાઉથી કોઇજ નોટિસ કે જાણ કર્યાં વગર જ સરકારે ગુજરાત રાજ્યમાંથી જ એમબીબીએસ પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે જે પીજીમાં ૫૦ ટકા બેઠકો પર સ્ટેટ ક્વોટાથી જ એડમિશન મળવા પાત્ર થતાં, તે બેઠકો પર પણ હવે ગુજરાત બહારના રાજ્ય તેમજ વિદેશથી એમબીબીએસ કરીને આવેલ વિદ્યાર્થીઓ માટે એડમિશન લઈ શકાશે એવી જાહેરાત કરતા ગુજરાતમાંથી એમબીબીએસ કરતા વિધાર્થીઓને અન્યાયની લાગણી અનુભવાય છે. આ સ્ટેટ ક્વોટામાં પહેલા તક મળે તે માટે જ વિદ્યાર્થીઓ ૧૨માં ધોરણ પછી એમબીબીએસમાં એડમિશન લેતી વખતેજ ગુજરાત રાજ્યની મેડીકલ કોલેજાેને પ્રાથમિકતા આપતા હોય છે. જેમાં હવે બહારના રાજ્યોમાંથી એમબીબીએસ કરેલ વિદ્યાર્થીઓને તેમના રાજ્ય તેમજ ગુજરાત એમ બંને રાજ્યોમાં ૧૦૦ ટકા બેઠકો પર એડમિશન લઈ શકશે. નારાજગીનો બીજાે એક મુદ્દો એ પણ છે કે સરકારી ક્ષેત્રે તબીબી સેવા આપેલ ડોકટરો માટે આગળ પીજીમાં એડમિશન લેવા માટે ૧૦ ટકા બેઠકો પર “ઇન સર્વિસ” ક્વોટા અનામતી રૂપે વર્ષે ઉમેરવામાં આવ્યું હતું. પરંતુ, બીજી બાજુ તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી મેડીકલ ઓફિસરોની કાયમી નિમણૂંક બંધ થઈ ગઇ છે. જેથી અત્યારે બહાર પડનારી તેમજ આવનારી ડોકટરોની પેઢી આ લાભથી વંચિત રહી જશે. આ ઉપરાંત આ વર્ષે નવા નિયમો મુજબ પીજીના કાઉન્સિલિંગ દરમિયાન જે તે બેઠક પર પ્રવેશ મેળવી લીધા પછી તે વિદ્યાર્થી પોતાની ઇચ્છા મુજબ તે સીટ મફતમાં એટલે કે પેનલ્ટી ભર્યા વગર જ છોડી શકે છે. અને જેમાં પાછળથી આવનારા રાઉન્ડમાં તે બેઠક પર પણ રાજ્યની બહારથી ડોકટરી ભણેલ કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશ લઈ શકે એમ છે. જેનાથી ગુજરાતના વિધાર્થીઓને નુકસાન થશે. માટે ગુજરાત ઇન્ટર્ન ડોકટર અસોએશિયન તેમજ ગુજરાત એમબીબીએસ સ્ટુડન્ટ્‌સ અસોસિએશીયને આના વિરૂદ્ધ હાઈકોર્ટમાં રીટ દાખલ કરીને સરકાર સમક્ષ એજ માગણીઓ મૂકી છે કે જે પણ નવા નિયમો હોય તે હવેથી આ વર્ષે ૨૦૨૨-૨૩માં એમબીબીએસમાં દાખલ થતાં વિદ્યાર્થીઓને એટલે કે ૨૦૨૮-૨૯માં લાગુ પડે કારણ કે ગુજરાતમાં ક્યાં એડમિશન લેતી વખતે વિદ્યાર્થીઓને આની જાણ ન હતી.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *