Gujarat

વડોદરામાં પરિણીતાને અભયમ ટીમે પિયર જવા દેવાની કામગીરી કરી

વડોદરા
વડોદરાની પરિણીતાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, લગ્ન બાદ મારા પતિ મારા પિયરમાં આવીને વારંવાર તોફાન કરતા હતા, જેથી મારા-મમ્મી પપ્પા સાથે ઝઘડ થયો હતો. આ વાતની જાણ મારા સાસુ-સસરાને થતાં તેઓએ અમારા બંનેની મારા પિયરમાં છેલ્લા બે વર્ષથી જવા પર રોક લગાવી હતી અને જણાવ્યું હતું કે, હવે પછી પિયર જવું હોય તો અહીં પરત આવવું નહીં. હું ગર્ભવતી થયા પછી મારી જાેઇએ તેવા કાળજી લીધી ન હોય મારું આરોગ્ય પણ બગડ્યું હતું. મને દીકરાનો જન્મ થયો, ત્યારે મારા પતિ કચ્છમાં નોકરી પર હતા, જેથી મારા સાસુ ડિલિવરીના ૫૦ હજાર રૂપિયા ખર્ચ થયેલ છે, જે મારા પિયરમાંથી મંગાવવા દબાણ કરી અવારનવાર અપમાન કરતા હતા અને મારા પિયરથી કોઈ આવ્યું હોય તો તેમને ઘરમાં આવવા દેતા નહીં. એક માસની ડિલિવરી બાદ મારા મમ્મી પપ્પા મારી સાસરીમાં મળવા આવ્યા હતા. તેમને પણ અપશબ્દો કહી ઘરમાં આવવા દીધા નહોતા. જેથી આખરે કંટાળીને મેં ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરીને મદદ માંગી હતી. અભયમ ટીમે સાસુ સસરાનું અસરકારક કાઉન્સેલિંગ કરી સમજાવ્યું હતું કે, આ રીતે પુત્રવધૂને હેરાન કરવી તે સામાજિક અને કાયદાકીય અપરાધ છે, તમારે દીકરી જેવો વ્યવહાર રાખવો જાેઈએ. આમ સમજાવતા તેઓ પરિણીતાને પિયર જવા દેવા સહમત થયા હતા અને જણાવ્યું હતું કે, ડિલિવરી બાદ આરામ અને કાળજીની જરૂર છે, જેથી મહિલાના મમ્મી-પપ્પાને બોલાવી થોડો સમય પિયર જવા સંમતિ આપતા તેમના મમ્મી પપ્પા આવી તેમની સાથે લઇ ગયા હતા.વડોદરામાં પરિણીતાને પિયરના સંબંધ કાપી નાખવી સાસરીમાં ગોંધી રાખતા અભયમ વડોદરાની ટીમે દરમિયાનગીરી કરી હતી. અભયમની ટીમને ગોરવા વિસ્તારમાંથી કોલ આવ્યો હતો કે, મારી સાસરી વાળા છેલ્લા બે વર્ષથી મને પિયરમાં જવા દેતા નથી અને મને બળજબરીથી ગોંધી રાખવામાં આવી છે, જેમાં મદદ કરવા વિનંતી કરતા અભયમની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને સાસરીવાળાનું અસરકારક કાઉન્સેલિંગ કરી બાળક સહિત માતાને પિયર તેમના પિતા સાથે મોકલવામાં આવ્યા હતા. જેથી પરિણીતાએ અભયમનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *