Gujarat

વરાછાના સરદાર સ્મૃતિ ભવનમાં ‘ગર્ભ સંસ્કાર મહોત્સવ’ ઉજવાયો

સુરત
ગર્ભ સંસ્કારનું મહત્વ ધીમે ધીમે વધી રહ્યું છે. ત્યારે ગર્ભ સંસ્કાર પર કામ કરતાં ડ્રીમ ચાઈલ્ડ ગર્ભ સંસ્કારની ટીમ દ્વારા ગર્ભ સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વરાછા વિસ્તારમાં આવેલા સરદાર સ્મૃતિ ભવન ખાતે વૈદિક ડ્રામાથી લઈને વિવિધ એક્ટિવિટી સાથે ૫૦૦થી વધુ દંપતિઓએ માર્ગદર્શન મેળવ્યું હતું. ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર ટીમે, સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમવાર, ‘ગર્ભ સંસ્કાર’ વિષય પર વૈદિક ડ્રામા, ઐતિહાસિક મોનોલોક, વૈજ્ઞાનિક વીડિયો શો, રંગારંગ ડાન્સ, કપલ બ્રેઈન એક્ટિવિટી રજૂ કરી હતી. જેના દ્વારા સ્ટેજ પર અભિમન્યુ, પ્રહલાદ, મદાલસા, સીતા માતા, જીજા માતા, શકુંતલા વગેરેને જીવંત થઇ ગયા હતા !! અને સૌ ભાવિ માતા-પિતાઓ પાસે, ઉત્તમ સંતાનને જન્મ આપી, રાષ્ટ્ર નિર્માણમાં જાેડાવા પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ મહોત્સવમાં માસ્ટર ટ્રેનર જીતેન્દ્ર ટીંબડિયાએ જણાવ્યું ઃ ‘ભારતને વિશ્વગુરુ બનાવવું હશે, તો સૌથી વધુ ભાર ગર્ભ સંસ્કાર પર આપવો પડશે.’અમદાવાદથી આવેલા ગર્ભ સંસ્કાર ગુરુ રાજેશભાઈ શાહે જણાવ્યું ઃ ‘આ મહોત્સવ એક નવી યુગ ક્રાંતિ છે. ભારતના દરેક શહેરમાં આ મહોત્સવ થવો જાેઈએ. ડો. નિલેશ જાેગલે જણાવ્યું ; ‘નવા ભારતના નિર્માણનું આ ટીમનું વિઝન ખૂબ સ્પષ્ટ છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *