Gujarat

વલસાડ આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નરની ન્યાયિક તપાસની માંગ કરી

 

વલસાડ
રાજકોટમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પેટલે એક લેટર બોમ્બ નાખીને રાજ્યના રાજકારણમાં ગરમાટો આવ્યો હતો. તે કેસને લઈને વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લાના અગ્રણીઓએ વલસાડ સીટી પોલીસ મથક સહિત જિલ્લાના તમામ પોલીસ મથકના થાળા ઇન્ચાજાર્ેને આવેદનપત્ર આપી ન્યાયિક તાપસ ની માંગ કરી હતી. તેમજ હવાલા અને ભ્રષ્ટાચાર આચરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું.રાજકોટના ધારાસભ્યએ એડીજીપી અને પોલીસ કમિશ્નર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટચારના આક્ષેપ સાથે લેટર બૉમ્બ ફેંક્યો હતો. જેમે લઈને સમગ્ર રાજ્યમાં રાજકારણ ગરમાયુ હતું. મંગળવારે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લાના અગ્રણીઓ દ્વારા વલસાડ સીટી પોલીસ મથક સહિત જિલ્લાના તમામ પોલીસ મથકે પોલીસ અધિકારીઓ આવેદન પત્ર પાઠવી રાજકોટના કેસમાં ન્યાયિક તપાસની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *