વલસાડ
વલસાડના પારસીવાડ વિસ્તારમાં નાસભાગ મચીવલસાડ શહેરમાં મોટા પારસીવાડ વિસ્તારમાં પૂરપાટ ઝડપે દારૂ ભરેલી ઇકો કાર ચાલક આવી રહ્યો હતો. અને જાેત જાેતામાં દારૂ ભરેલી કારના ચાલક બુટલેગરે ૨ મોપેડ ગાડી અને ૨ કારને અડફેટે લઈ અકસ્માત કર્યો હતો. અને કાર ચાલકે પકડાઈ જવાની બીકે ભાગવાની પ્રયાસ કર્યો હતો. તે સમયે આ રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધ બેભાન થઈ ગયા હતાં. આ ઘટના બનતા મોટા પારસીવાડ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. ઈકો કારના ચાલકની ધરપકડવલસાડ શહેરમાં મોટા પારસીવાડ વિસ્તારમાં એક ઇકો કાર ચાલકે પુરપાટ ઝડપે અને ગફ્લત ભરી રીતે કાર હંકારી રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ૨ મોપેડ અને ૨ કારમાં નુકશાની પહોંચાડી હતી. કાર ચાલક ભાગવા જતા રસ્તો ક્રોસ કરતા વૃદ્ધને અડફેટે લીધા હતા અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો. કારમાં ચેક કરતા સીટ નીચે સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ બુટલેગરને મેથીપાક ચખાડી વલસાડ સીટી પોલીસના હવાલે કર્યો હતો. આ બનાવ અંગેની જાણ સ્થાનિક લોકોએ સિટી પોલીસ મથકે કરતા તાત્કાલિક પોલીસ કર્મી દોડી આવ્યા હતા. અને ઇકો કારમા તપાસ કરતા આશરે ૪ પેટી દારૂની મળી આવી હતી. વલસાડ સીટી પોલીસે દારૂ જથ્થો કારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ શહેરના મોટા પારસીવાડમાં એક બુટલેગરે દારૂ ભરેલી કાર બેફામ રીતે હંકારી ૪ વાહનો અને એક વૃદ્ધ ને અડફેટે લેતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી. ઇજા પામનાર વૃદ્ધને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ મેળવી સારવાર માટે નજીકની હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.


