આણંદ
આણંદના માતર તાલુકાના વાત્રોલી ગામમાં આવેલા ગોહેલ ફળિયામાં રહેતા હસમુખભાઈ ચંદુભાઈ ગોહેલ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ૨૯મી જુલાઇ,૨૨ના ગામના બસસ્ટેન્ડ નજીક હસમુખભાઈ ગોહેલે કાળુ ભીખાભાઈ ભરવાડને ખેતરમાંથી પાણી કાઢવાની ના પાડી હતી. જે બાબતને લઈને કાળુ ભરવાડે તેમની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં મયુર કાળુભાઈ ભરવાડ અને ભરત ભરવાડે પણ બોલાચાલી કરીને હસમુખભાઈ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ બાદમાં કાળુ ભરવાડ, મયુર ભરવાડ અને ભરત ભરવાડનું ઉપરાણું લઈ ભનુ ગધું ભરવાડ, વીરમ ભરવાડ, વિક્રમ ભીખા ભરવાડ, લાલા વિક્રમભાઈ ભરવાડ (તમામ રહે. વાત્રોલી) મારક હથિયારો લઈને ધસી આવ્યા હતા. અને હસમુખભાઈ ગોહેલને ડાબા હાથના ભાગે કોદાળી ગંભીર ઇજા પહોંચાડી હતી.આ ઉપરાંત મારમારતાં શરીરના અન્ય ભાગોમાં પણ ઇજા પહોંચી હતી. જાેકે, આ હુમલાથી આસપાસના લોકો ધસી આવતાં હુમલાખોરો ભાગી ગયાં હતાં. પરંતુ તે પહેલા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે હસમુખભાઈ ગોહેલે તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સાત ભરવાડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તારાપુરના વાત્રોલી ગામના ચાગડા પરા નજીક ખેતરમાંથી પાણી કાઢવાની ના પાડતાં સાત ભરવાડોએ ભેગા મળી મારક હથિયારોથી હુમલો કરી ૩૫ વર્ષીય ખેડુત યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે તારાપુર પોલીસે સાત ભરવાડ સામે ગુનો નોંધ્યો હતો.

