ગિરગઢડા
ભરત ગંગદેવ..
ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને દર્દી નારાયણોના વ્યાપક હિત ખાતર આપ સાહેબોને જાણ કરવાની કે,
ગીર કાંઠાના ૫૭ ગામોના ખાંભા તાલુકા મથકે આવેલ એક માત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જે વન્યપ્રાણીઓના આવાસ નજીક અને ગામ થી દૂર આવેલ હોય ૧૭/૦૫/૨૦૨૧ ના ટોકતે વાવાઝોડામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખંભાની આરોગ્ય કેન્દ્ર ખાંભા બિલ્ડીંગ અને તમામ સ્ટાફ કવાટર્સના કાચની બારી દરવાજાને વ્યાપક પણે નુકશાન થયાને ૯ મહિના જેવો સમય વીતી ગયેલ હોવા છતાં
આગેવાન વિહોણા ખાંભાના સા.આ.કેએનડીઆર સાથે આરોગ્ય વિભાગ અને આગેવાનોનું ઓરમાયું વર્તન રખાતુ હોય તેમ ૯ માસનો સમયગાળો વીતી જવા છતાં આજદિન સુધી નુકશાનનુ સર્વે કરાયું નથી કે બારી દરવાજા રીપેર કરાયા ન હોવાથી
આલીશાન અને તમામ સુવિધા અને સ્ટાફ થી સજ્જ એવા સા.આ.કે.માં સેંકડો દર્દીનારાયણો સારવાર માટે અને અધિકારીઓ મુલાકાતે આવતા હોય તેવી હોસ્પિટલના બારી દરવાજા વાવાઝોડાથી ક્ષતીગ્રસ્ત થવાથી તૂટી ગયેલ બારીઓને સ્ટાફ દ્વારા પુઠાના કાર્ટૂન બાંધી વરસાદી પાણીની વાછટ અને કડકડતી ઠંડી રોકવા માટે પુઠા બાંધી કામ ચલાવાતું હોવાથી ચાલુ થયેલ ગરમીમાં AC ચલાવવું મુસકેલ બંતા અમુક ઓફિસોની અન્ય રૂમોમાં શિફ્ટ કરવાની ફરઝ પડેલ છે
વિશાળ સ્ટાફના તમામ સ્ટાફ રૂમો – ડોક્ટર્સ ક્વાટરના બારી – દરવાજાને પણ વાવાઝોડામાં નુકશાન થતાં તેઓને પીએન ચોમાસામાં પાણી ની વાછટ – ઉનાળામાં તડકો – તાપ અને શિયાળામાં કાતિલ ઠંડીમાં રહેવાની ફરજ પડતી હોય માનવીય દ્રષ્ટીકોણ થી ત્વરીત સર્વે કરે ત્વરીત રીપેરીંગની કાર્યવાહી કરવી જરૂરી છે.
સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગીર નજીક અને વન્ય પ્રાણી પર્યાવરણ અને નદીની બિલકુલ નજીક આવેલ હોય વન્યપ્રાણી આવાગમન કરતાં હોવાથી, રાત્રીના સમયે ગ્રાઉન્ડમાં થઈને દવાખાનામાં ઈમરજન્સી સારવાર માટે ડોક્ટર સહિતના સ્ટાફને ભયના ઓથારની નીચે આવવું પડતું હોય કેમ્પસ આખામાં વાવાઝોડા બાદથી ક્ષતીગ્રસ્ત બનેલ હોય કેમ્પસ્મા સ્ટ્રીટ લાઇટ હજુ સુધી રીપેર કે ચાલુ થયેલ ન હોવાથી રાત્રીના સમયે
ઈમરજન્સી સારવાર માટે આવતા દર્દી નારાયણો અને ડોક્ટર તથા તબીબી સ્ટાફના હીટ માટે કાર્યવાહી કરી કેમ્પસમાં સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવી જરૂરી છે.
સા.આ.કે. બન્યાને ૫૦ વર્ષ ઉપરનો સમયવીતી ગયેલ હોય – ૧૯૮૨ના વાવાઝોડા અને ૨૦૨૧ના વાવાઝોડા સાથે ૫૦ વર્ષના કાળની થપાટોના કારણે અને ૨૦૨૧નો તોક્તે વાવાઝોડામાં કેમ્પસ ફરતી દીવાલ ઉપર વૃક્ષો પડી જતાં જર્જરીત હાલતની કેમ્પસની દીવાલ અનેક જગ્યાએ જર્જરીત થતાં રખડું ઢોર દિવસ આખો આવજા કરતાં હોય સાથે ઉપર જણાવેલ દીપડા સહિતના વન્યપ્રાણીઓ પણ રાત્રીના સમયે કેમ્પસમાં આવતા હોવાથી કેમ્પસ ફરતી 8 ફૂટ ઊંચી દીવાલ બનાવવી પીએન જરૂરી છે.
સા.આ.કે.કેમ્પસમાં જવાનો મુખ્ય માર્ગ પાકો ન હોવાથી દર્દીઓ અને 108માં આવતા ઘાયલ-બીમાર-સગર્ભા મહિલાઓની હાલત કફોડી થતી હોય સા.આ.કે.માં જવાનો માર્ગ પીએન પાકો બનાવવો જરૂરી છે.
સા.આ.કે.ના વિશાળ કેમ્પસમાં તેમજ હોસ્પિટલ ગ્રાઉંડમાં અને તબીબી સ્ટાફ કવાટર્સની ચારે બાજુ ઝાડી – ઝાખરા ઊગી નીકળેલ હોવાથી ઝાડી ઝાખરામાં સાપ-વીછી સહિતના સરીસૃપો પર્યાવાર કરી જાણે કે ડેરા તબું નાખી કાયમી રહેણાક બનાવ્યું હોય ઝાડી ઝાખરાના કારણે માખી-મચ્છર અને રાત્રીના સમયે ઝીણી જીવાતનો ત્રાસ અતિશય વધી જતો હોવાથી ઝાડી ઝાખરા કાપવા અને કેમ્પસમાં વરસોથી ન થયેલ સફાઈ કરી વૃક્ષો વાવવા જરૂરી છે.
સા.આ.કે.ના કેમ્પસમાં તમામ જૂના ક્વાટર્સ જર્જરીત હાલતમાં વરસોથી ઊભા હતા તેમાં વાવાઝોડાએ નલિયા ઉડાડી નાખતા અને વાવાઝોડામાં પડેલ વ્યાપક વરસાદ થી હાલ ખ્ંઢેર હાલતમાં ઊભા હોવાથી કેમ્પસ ગ્રાઉંડની પડી ગયેલ દીવાલને કારણે ખ્ંઢેર હાલતમાં ઉભેલા જૂના કવાટર્સની પાછળની બાજુથી અસામાજિક તત્વો પ્રવેશી અસામાજિક પ્રવૃતી કરતાં હોય વળી વરસોથી સા.આ.કે.માં ચોકીદાર ન હોવાથી અસામાજિક તત્વોને રાત્રીના સમયે મોકળું મેદાન મળતું હોય જૂના અને જર્જરીત કવાટર્સ પાડી કાયમી ચોકીદારની નિમણૂક કરવી/કરાવવી
ઉપરોકત મુદાસરની અમારી રજૂઆતો ધ્યાને લઈડોક્ટર સહિતનાઓ તબીબી સ્ટાફ અને દર્દી નારાયણોના વ્યાપક હિત ખાતર ઉપરોકત બાબતે ત્વરીત કાર્યવાહી કરવા અમારી માંગણી ધ્યાને લેવા વિનંતી


