Gujarat

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ને ન્યાય અપાવવા શ્રી રાજપૂત કરણી સેના ના સમર્થન માં એકલિંગજી સેના પણ મેદાને…*

*રાજ્યભરમાં આવેદનપત્ર આપશે એકલિંગજી સેના:-દેવરાજ રાઠોડ*
ગાંધીનગર ખાતે આંદોલનકરી વિદ્યાસહાયકો ને મળવા જતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ને
પોલીસ પર ગાડી ચડાવી દેવાના મુદ્દે ખોટી રીતે ગુન્હો દાખલ કરી ગંભીર કલમો લગાવી દેવાતા શ્રી રાજપૂત કરણી સેના તેમજ એકલિંગજી સેના એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
આ  મુદે વાતચીત કરતા શ્રી એકલિંગજી  સેના ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ દેવરાજ રાઠોડ એ જણાવ્યું હતુ કે સમગ્ર ઘટના ને જોતા પોલીસે સરકાર ના ઈશારે ખોટો ગુન્હો નોંધ્યો છે.
 આ મામલે ગુજરાતભરમાં આવતીકાલે તા.8-04-22 ને શુક્રવારે સવારે 11કલાકે દરેક જિલ્લા -તાલુકા એ આવેદનપત્ર આપી યુવરાજસિંહ જાડેજા ઉપર ની ગંભીર કલમો દુર કરવાની માંગ કરાશે અને લડત ના મંડાણ કરાશે.
*શ્રી રાજપુત કરણી સેના ના સમર્થન માં એકલિંગજી સેના*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *