રોકડ રકમ રૂ.૨૭.૮૦૦ , મોબાઇલ અને વાહનો મળી ૧,૯૪,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત
ભીમ અગિયારસ બાદ ઠેર – ઠેર શરૂ થયેલા જુગારના હાટડાઓ સામે પોલીસે શરૂ કરેલી ઝુંબેશમાં વિરપુર પંથકમાં ચાલતા જુગારના અખાડા પર દરોડો પાડી ૩ મહિલા સહિત ૧૦ શખ્સોની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો
બનાવની વિગતો મુજબ રાજકોટ જિલ્લા રુરલ એલસીબી ની ટીમે વિરપુરના પીઠડીયા ગામની સીમમાં જુગરુ ખેલતા ગોપાલ નાનુભાઇ કોરાટ ,આદમ જુમા મુસાણી, સંજય જંયતી ડાભી , ઇમ્તીયાઝ હારૂન સાગઠીયા , ઉમેશ ખોડા ગોહેલ, સંજય કાનજી ગોહેલ, સોનલબેન લલિતભાઈ ચાવડા , લીલાબેન ગીગાભાઇ ટારીયા અને રમાબેન હાસમભાઇ મોરાણીની એલ.સી.બી.એ ધરપકડ હતી . પોલીસે જુગારના અખાડામાંથી રૂા .૨૭,૮૦૦ રોકડા રૂા .૫૨,૦૦૦ કિમંતના ૮ મોબાઇલ રૂા .૧,૧૫,૦૦૦ ની કિંમતના પાંચ મોટર સાઇકલ મળી કુલ ૧,૯૪,૮૦૦ મુદ્દામાલ કબ્જે કર્યો હતો . આ કાર્યવાહી એલ.સી.બી.ના સ્ટાફે કરી હતી.


