Gujarat

વિશ્ર્વ અર્થ અવર દીવસનિ ઉજવણી માચઁ મહીના ના છેલ્લા શનિવારે દુનિયા ભરમાં ઉજવાતિ હોય છે…

 ગિરગઢડા
ભરત ગંગદેવ..
 આ તકે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ માં શ્રી લોહાણા મહાજન વેરાવળ ના ઉપક્રમે શ્રી જલારામ મંદિર દ્રારા તા 26/03/2022 ને શનિવારે રાત્રે 8: 30 થી 9:30 સુધી ઇલેક્ટ્રોનિક ઉપકરણો બંધ રાખી પુજારી  જનકભાઈએ મહાનુભવો ને પ્રસાદી ના ઉપરણથી આવકાર્ય આપી અભિવાદન કર્યું હતું .                                    ત્યારે પુજ્ય જલારામ બાપા ના નિજ મંદિર મા પુજા અર્ચના કરી દીપ પ્રગટાવી પર્યાવરણ બચાવવા જાગૃતિ લાવવા બિનજરૂરી ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ નહીં કરવા પર્યાવરણ બચાવવા સંકલ્પ લેવડાવ્યો હતો.
  આ તકે ઝવેરીભાઈ ઠકરાર (પ્રદેશ મહામંત્રી ભાજપ) એ પ્રાસંગીક પ્રવચન માં જણાવ્યું કે આપણે બિનજરૂરી વીજળી ઉપકરણોનો ઉપયોગ ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ જેથી તે બચેલી વિજળી ગ્રામ્ય વિસ્તારમાં ખેતી વાડી ને પાણી પાવા પુરી પાડવામાં સરળતા રહે. જેથી ભારત દેશના દરેક જીલ્લાઓ ના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો મબલખ પાકના ઉત્પાદનો થકી ખેડૂત સમૃદ્ધ બને અને દેશ નિ ઉન્નતીમા વધારો કરવા આપણે સૌ સહભાગી બનિએ આજે આપણે સૌ સંકલ્પ લઈએ કે બિનજરૂરી વીજળી નો ઉપયોગ નહીં કરીએ. વિક્રમભાઈ તન્ના (પ્રમુખ  લોહાણા મહાજન વેરાવળ) એ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું કે આવનારી પેઢીઓ માટે ગ્લોબલ વોર્મિંગના ખતરાથી બચવા પર્યાવરણ બચાવુ એ મોટો પ્રશ્ન ઉત્પદન થાયો છે. માટે આપણા સૌના આજના એક નાના સંકલ્પ થી આવનારી પેઢીઓ પ્રેરીત થશે સાથે પર્યાવરણ બચાવવા જાગૃતિ લાવવા દેશનિ દરેક સમાજીક સંસ્થાઓનિ નૈતિક ફરજ બને છે માટે બિનજરૂરી વીજળી વપરાશ ટાળવો એ હલનિ પેઢીઓ માટે અનિવાર્ય છે.તેમજ  કીરીટભાઇ  ભીમાણી (પ્રક્રુતિના પ્રેહેરી એનવારમેન્ટ કન્સલ્ટન્સ અને સ્પીકર) પોતાના પ્રાસંગીક પ્રવચન માં આજના દિવસની વિશિષ્ટતા વિષે વાત કરતા જણાવ્યું કે અર્થ અવર દીન 2007 થી દુનિયાના 138 દેશોમા ઉજવાય છે.                     જેનો હેતુ માત્ર એક કલાક વીજળી ઉપકરણો બંધ રાખીને ઉજવવાનું નહીં પરંતુ આ એક કલાક ના પ્રયાસ થી આવનારી પેઢીઓ ને વિજળી બચાવવા પ્રેરીત કરવાથી બિનજરૂરી વીજળી વપરાશ ને ઘટાડી આવનારા સમયમાં ગ્લોબલ વોર્મિંગ ના ખતરા થી બચવાનો એક નાનો પ્રયાસ છે.  વધુ મા જણાવ્યું હતું સમગ્ર દુનિયા અને દેશમા વધુ પડતા વીજળીના ઉપકરણો વપરાશકારો વધતા વાતાવરણમાં પ્રદૂષણ નો સતત વધારો થતો જાય છે અને હાલ સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ નો ખતરો પણ વધતો જાય છે તેવા સંજોગોમાં આપણા રોજિંદા જીવનમાં બિનજરૂરી વીજળી ઉપકરણોનો ઉપયોગ ઘટાડવાના સંકલ્પ લઈએ સાથે પર્યાવરણ બચાવવા જાગૃતિ લાવવા સંકલ્પ લઈએ કે અમો બિનજરૂરી વીજળી વપરાશ ને ઘટાડવા પ્રયત્ન કરીશુ .સાથે ભિમાનીએ સોમનાથ ટ્રસ્ટ ના ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લામાં 11 લાખ વ્રુક્ષો વાવા ના સંકલ્પ અંગે વિસ્તૃત માહિતી આપી વેરાવળ શહેરમાં માં 1 લાખ વ્રુક્ષો નિ શુલ્ક વિતરણ કરાવા વેરાવળ શહેરની દરેક સામજિક, શિક્ષણીક, હોસ્પિટલ, હોસ્ટેલ, હોટલ, સોસાયટી,કોલોનિ, સાર્વજનિક પ્લોટો, સરકારી કચેરીઓના પટાંગણમાં વ્રુક્ષોરોપણ કરવા જુન માસ થી રોપાઓ નું નિ-શલ્ક વિતરણ કરવામાં આવશે જે માટેના ફોર્મ ભરવા દરેક સંસ્થાઓ ને સહભાગી થવા પર્યાવરણ બચાવવા આહવાન કરવામાં આવ્યું હતુ.અશોકભાઈ ગદા (ચેરમેન  વેરાવળ પીપલ્સ કો. ઓ. બેંક) એ પ્રાસંગીક પ્રવચન માં જણાવ્યું પર્યાવરણ બચાવવા અર્થ અવર દીવસનિ ઉજવણી જલારામ મંદિર ખાતે ઉજવવા ના આયોજન માં અનેક સંસ્થાઓ ના હોદેદારો, પ્રકુતિ પ્રેમીઓ પ્રેસ પ્રતિનિધિઓ સહભાગી થયા એ નાની વાત નથી દરેક આયોજન નિ સરઆત કોઈ એકના નાના વિચાર થીજ સરૂ થતિ હોય છે ત્યારે શ્રી કીરીટભાઇ.ભીમાણી નિ પહેલ ને સર્વે આગેવાનોએ બિરદાવી સંકલ્પ સાથે સૌએ વિશ્ર્વ અર્થ અવર દીવસ પર પર્યાવરણ બચાવવા સંકલ્પ સાથે જલારામ બાપા ના આશીર્વાદ રૂપિ  પ્રસાદ લીધેલ હોવાનું અનિષ રાચ્છ નિ અખબારી યાદી માં જણાવ્યું હતું
સમગ્ર આયોજન ના પ્રેરક
 ભદ્નેશભાઈ દાવડા,
 જલારામ મંદિર ટ્રસ્ટ વેરાવળ.  સંયોજક :
  મુકેશભાઈ રૂપારેલિયા
ઉપ પ્રમુખ  હાલાઈ લોહાણા મહાજન વેરાવળ.
 આયોજન ને સફળ બનાવવા સહ સંયોજક
અનિષ એન. રાચ્છ, તેમજ જલારામ મંદિરના સેવાકીય સભ્યો મુકેશભાઈ ચોલેરા,ગોરધનભાઈ નથવાણી, નિતેશભાઈ અમલાણી, દીવ્યેશભાઈ રાયઠ્ઠઠા, હીતેશભાઈ માંડવિયા, આકાશ રાયઠ્ઠઠાએ જેહમત ઉઠાવેલ હતી…

IMG-20220327-WA0352.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *