Gujarat

વિશ્વ ગુજરાતી સમાજ માં રસિક ચાવડા ની નિમણુંક કરવામાં આવી. કોળી સમાજ ના યુવા નેતા ની પ્રદેશ ટીમ માં નિમણુંક 

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ માં રસિક ચાવડા (યુવા કોળી સમાજ) ની હોદેદાર તરીકે નિયુક્તિ  કરવામાં આવી છે તે બદલ ઠેર-ઠેર થી અભિનંદન શુભેચ્છાઓ પાઠવવા માં આવી રહી છે. વિશ્વ ગુજરાતી સમાજ વર્ષ ૧૯૮૯ થી અર્થાત છેલ્લાં 33 વર્ષ થી કાર્યરત , વિશ્વ ના ૧૨૫ થી વધારે દેશોમાં વસતાં ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી એકમાત્ર સંસ્થા, જેના મુખ્ય સંવર્ધક તરીકે હાલ ના માન વડાપ્રધાન શ્રી અને તે સમયના મુખ્યમંત્રીશ્રી કે જેમનો ડંકો પુરા વિશ્વમાં વાગે છે એવા ગુજરાતના પનોતા પુત્ર માન.શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ સેવા આપેલ છે તેવી આંતરરાષ્ટ્રીય સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજ ના માન. પ્રમુખ શ્રી સી.કે પટેલ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી તેમના આદેશ અનુસાર યુથ વિંગ ના કન્વીનર શ્રી પૌરસ એ. પટેલ ની અધ્યક્ષતા હેઠળ વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગ માં હોદેદાર તરીકે રસિક ચાવડા ની નિમણૂક કરવામાં આવી છે.
રસિક ચાવડા અનેક સામજિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. નાની ઉંમર માં ખુબ સંઘર્ષ કરી સફળતાઓ મેળવી છે. તેવો કોળી સમાજ માંથી આવે છે અને યુવા કોળી સમાજ ના ગુજરાત ના યુવા પ્રમુખ છે અને કોળી સમાજ ના યુવાનો માં ખુબ લોકપ્રિય છે. ઉના પંથકમાં માં પણ ખૂબ સારું નામ છે અને છેવાડા ના લોક ના પ્રશ્નો તેવો સતત પરિણામલક્ષી રજૂઆતો કરી રહ્યા છે. તેવો સરકાર માં પણ નિગમ ના વાઇસ ચેરમેન ના અંગત મદદનીશ તરીકે ગાંધીનગર માં સેવા આપી છે અને ખૂબ વહીવટી કુશળ વ્યક્તિ છે. ત્યારે વિશ્વ લેવલના સંગઠન માં તેમની નિમણુંક થવાથી તેમના મિત્રો, શુભેચ્છકો, કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ સાથે અભિનંદન આપે છે.

IMG-20220908-WA0277.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *