Gujarat

વિસનગરમાં ૧૩ હજારથી વધુના મુદ્દામાલ સાથે ૪ જુગારીઓ ઝડપાયા

વિસનગર
વિસનગર શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હાજર હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે નાયરા પેટ્રોલ પંપની પાસે સોસાયટીની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમે છે. તે હકીકતને આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા ૪ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે મકવાણા દેવલભાઈ વિનોદભાઈ, ઠાકોર પ્રદીપકુમાર બળદેવજી, કુંદનકુમાર લક્ષ્મણદાસ સોની અને પટેલ મુકેશભાઈ ચતુરભાઈ તમામ રહે કાંસાને ઝડપી લઈ તેમની પાસેથી જુગાર સાહિત્ય સહિત કી રૂ. ૧૩૪૭૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ તમામ મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરી ચારેય ઈસમો સામે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો શહેર પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વિસનગરના નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલ શ્રીજી સોસાયટીની પાછળ ખુલ્લી જગ્યામાં વિસનગર શહેર પોલીસે રેડ કરી જુગાર રમતા ૪ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગાર સાહિત્ય સહિત રૂ.૧૩૪૭૦નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *