ભચાઉ
કચ્છના ખારોઈ ગામ નજીક નર્મદા કેનાલ પાસેની સીમમાં ખેતર પાસે ગાયો ચરાવતા મૂળ રેલડી બન્નીના ૨૭ વર્ષીય સલાઉદ્દીન ફતેહમહમ્મદ હાલેપોત્રા તેમની સાથે રહેલા ૨૮ વર્ષીય બાપુ ન્યાલ હાલેપોત્રા બન્ને પિતરાઈ ભાઈ ગાયો ચરાવી રહ્યા હતા તે દરમિયાન વરસાદી ઝાપટું પડવાનું શરૂ થયું હતું. વરસાદ શરૂ થતાં બન્ને ભાઈઓ ગાયો સાથે લીમડાના ઝાડ નીચે આશ્રય લીધો હતો તે સાથે જ આકાશી વીજળી ત્રાટકી હતી અને લીમડા નીચે ઊભેલા બન્ને ભાઈઓ થોડી જ વારમાં મૃત્યુ પામ્યા હતા. તેમની સાથે ઊભેલી પાંચથી સાત ગાયો પણ ઝાટકા સાથે નીચે ફંગોળાઇ હતી અને ઇજા પહોંચી હતી પરંતુ આ ગાયો થોડી જ વારમાં બેઠી થઇ ને દૂર જતી રહી હતી. વીજળી પડવાની જાણ થતાં નજીકના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત જીતુભાઈ આહીર અને અન્ય લોકો બનાવના સ્થળ ઉપર ધસી ગયા હતા અને તાત્કાલિક ૧૦૮ ની જાણ કરી હતી જેમાં ભચાઉ ૧૦૮ ના પાયલોટ કિશોરસિંહ અને સાથેના મુકેશભાઈ ઘટનાસ્થળે ધસી ગયા હતા પરંતુ વીજળીના કડાકા માં બંને યુવાનોના મોત નિપજ્યા હતા ત્યારબાદ બંને પિતરાઇ ભાઇઓના મૃતદેહને ભચાઉ ની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.કચ્છમાં હજુ વરસાદ શરૂ થયાના બીજા દિવસે ભચાઉ તાલુકાના ખારોઈ નજીકની સીમમાં ગાયો ચરાવતા બે મુસ્લિમ પિતરાઈ ભાઈઓ પર આકાશી વીજળી મોત બનીને ત્રાટકી હતી જેમાં થોડા દૂર ઊભેલા એક અન્ય ભાઈ અને પાંચ જેટલી ગાયોને ઈજાઓ પહોંચી હતી.


