Gujarat

વોશરૂમ ગયેલા બાળકના ગુપ્તાંગમાં ચેન ફસાતા હોસ્પિટલ ખસેડાયો

વલસાડ
મહારાષ્ટ્રના પોલાદપુરથી અમદાવાદ જતી બસ નં. જીજે-૧૮-ઝેડ-૫૧૩૭માં અન્ય યાત્રીઓની સાથે એક મરાઠી પરિવાર તેમના ૫થી૬ વર્ષીય બાળક સાથે યાત્રા કરી રહ્યા હતા. દરમિયાન વલસાડ શહેરમાં આવેલા શૈલેશ પેટ્રોલ પમ્પ ઉપર એસટી બસના ચાલકે બસમાં ડીઝલ ભરાવવા બસ ઉભી રાખી હતી. દરમિયાન બસમાં સવાર યાત્રીઓ બસમાંથી નીચે ઉતર્યા હતા. મરાઠી પરિવારનો બાળક બાથરૂમ કરવા નીચે ઉતર્યો હતો. બાથરૂમ જઇ ઉતાવળમાં તે પેન્ટની ચેન બંધ કરવા જતાં બાળકના ગુપ્તાંગમાં ચેન ફિટ થઈ ગઈ હતી. બાળકે બુમાબુમ કરતાં બસના યાત્રીઓ તેની મદદે દોડી આવ્યા હતા. બાળકના ગુપ્તાંગમાં ફિટ થયેલી ચેન કાઢવા માટે પેન્ટ પણ ફાડી નાખવામાં આવ્યું હતું. પરંતુ ગુપ્તાંગમાં ફિટ થયેલી ચેન નીકળી નહોતી. પેટ્રોલ પમ્પના માણસોએ તાત્કાલિક રીક્ષા ચાલકનો સંપર્ક કરી બાળકને નજીક આવેલા ડોક્ટર હાઉસ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં ફરજ ઉપરના સ્ટાફે ઝીણવટ ભરી રીતે બાળકના ગુપ્તાંગમાં ફસાયેલી ચેન દૂર કરી તેને પ્રાથમિક સારવાર આપી રિક્ષામાં પરત પેટ્રોલ પમ્પ ખાતે મોકલી આપ્યો હતો. બાળક પરત આવ્યા બાદ બસ અમદાવાદ તરફ આગળ જવા રવાના કરવામાં આવી હતી.મહારાષ્ટ્રના પોલાદપુરથી અમદાવાદ તરફ જતી બસ ધરમપુર રોડ ઉપર આવેલા પેટ્રોલ પમ્પ ઉપર ડીઝલ ભરાવવા ઉભી રખાઈ હતી. બસમાં સવાર યાત્રીઓ પૈકી એક બાળક પેટ્રોલ પંપ પાસે વોશરૂમ જવા બસમાંથી ઉતર્યો હતો. બાથરૂમ ગયા બાદ ઉતાવળમાં તે પેન્ટની ચેન બંધ કરવા જતાં ચેન બાળકના ગુપ્તાંગમાં ફિટ થઈ ગઈ હતી. જે ઘણા પ્રયાસો બાદ પણ ન નીકળતાં સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક રિક્ષાની મદદ મેળવી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. હોસ્પિટલમાં ફસાયેલી ચેન દૂર કર્યા બાદ પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકને પરત બસ પાસે લાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *