Gujarat

શંખલપુર ગામે ૧૦ લાખના ખર્ચે મોર્ડન આંગણવાડી તૈયાર કરાઈ

મહેસાણા
બહુચરાજી તાલુકાની સૌપ્રથમ મોડર્ન આંગણવાડી શંખલપુર ગામે રામદેવપીર મંદિર નજીક પ્લાસ્ટિક ઓમનિયમ ઓટો એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રૂ.૧૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જેનું લોકાર્પણ આજે મહાશિવરાત્રિના પાવન દિવસે કંપનીના એમડી મિ.પેટ્રીકના હસ્તે કરાયું હતુ. આ આંગણવાડીમાં થ્રીડી વોલ પેઈન્ટિંગ, બેબી ટોયલેટ, બાળકોના મનોરંજન માટે પ્લે ગ્રાઉન્ડ, રમકડાં, કોમિક બુક્સ, સીસીટીવી કેમેરા, વાઇબ્રન્ટ, ટેલિવિઝન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેનો લાભ અહીં અભ્યાસ માટે આવતાં ૪૦થી વધુ નાનાં ભૂલકાંઓને વિવિધ સુવિધાઓ આપવામાં આવશે. આંગણવાડીના ઉદ્‌ઘાટન પ્રસંગે સહયોગી કંપનીના પ્લાન્ટ હેડ રવિકાન્ત શર્મા, કન્ટ્રી એચઆર ફિલ્ડહેડ અનિલ અલબાદી, કન્ટ્રી ફાઇનાન્સ હેડ સુનિલ ગુપ્તા, એચઆર મેનેજર અંબર અવાના, સરપંચ પરેશભાઈ પટેલ, સીડીપીઓ હંસાબેન મહેતા, તાલુકા ભાજપ પ્રમુખ કેશુભાઇ પ્રજાપતિ વગેરે હાજર રહ્યા હતા. પ્રારંભમાં સરપંચ પરેશભાઈ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન આચાર્ય જીગ્નેશભાઈ પટેલે અને આભારવિધિ આંગણવાડી સુપરવાઇઝર સુશીલાબેને કરી હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં મોર્ડન આંગણવાડી સૌપ્રથમ શંખલપુર ગામમાં બની છે.

The-first-modern-Anganwadi-was-prepared-at-a-cost-of-Rs.-10-lakhs.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *