Gujarat

શહેરમાં વોટર સપ્લાયના કામો, વિવિધ આસ્ફાલ્ટ રોડના કામો તથા હાપા ખાતે યુ.સી.એચ.સી. સેન્ટરનું મુખ્યમંત્રીશ્રી કરશે ઇ-ખાતમુહર્ત

રાજ્યનામુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલઆજે તા. ૬ જુલાઇના રોજ જામનગર શહેરમાં રૂ.૨૧૪ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું શહેરના ટાઉનહોલ ખાતેથી ઇ-લોકાર્પણ તેમજ ઇ-ખાતમુહુર્ત કરશે. જેમાં જામનગર શહેરમાં સમર્પણ સર્કલ થી વુલનમીલ તરફ જવાના રૂ.૩૦ કરોડના ખર્ચે નિર્મિત થયેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રિજલોકાર્પિત કરી શહેરીજનોને સમર્પિત કરશે.આ ઉપરાંત રૂ.૯૦ કરોડના ખર્ચે નિર્મિત થયેલ વેસ્ટ-ટુ એનર્જી પ્લાન્ટ તથા રૂ.૦૮ કરોડના ખર્ચે બનેલ નાગમતી નદીના પુલથી હાપા માર્કેટિંગ યાર્ડને જોડતા ફોરલેન રોડનું પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઇ- લોકાર્પણ કરવામાં આવશે.જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. તથા પી.પી.પી. આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ તથા જી.યૂ.ડી.એમ. તેમજ ૧૫ માં નાણાપંચ ની ગ્રાન્ટ અંતર્ગત કુલ ૨૧૪ કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ- લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત ના કાર્યક્રમો યોજાયા છે.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, જામનગર જિલ્લાના સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી આર.સી.ફળદુ ,તેમજ ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત નગરના મેયર શ્રીમતી બીનાબેન કોઠારી મુખ્ય અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે ૬૧ કરોડના ખર્ચે ડી.આઈ. પાઇપલાઇન દ્વારા વોટર સપ્લાયનું કામ,રૂ.૧૫ કરોડના ખર્ચે જામનગર શહેરમાં જુદી જુદી જગ્યાએ આસફાલ્ટ રોડના કામો તથા આરોગ્ય વિભાગ તથા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ.૧૦ કરોડના ખર્ચે હાપા ખાતે યુ. સી.એચ.સી. સેન્ટર બનાવવાના કામનું ઇ-ખાતમુહૂર્ત કરાશે. કુલ ૧૨૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું ઇ-લોકાર્પણ થશે, જ્યારે ૮૬ કરોડના કામોનું ઇ-ખાતર્મુત કરાશે.

જામનગરના મ્યુનિ.ટાઉનહોલમાં સવારે ૦૯:૩૦ કલાકે આયોજિત ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યાતેમજ વિરોધ પક્ષના નેતા શ્રી આનંદભાઈ રાઠોડ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *