સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી આયોજિત એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૧/૨૦૨૨ રાજુલા તાલુકાના દેવકા વિદ્યાપીઠ મુકામે તારીખ ૧૦ અને૧૧ જાન્યુઆરી એમબેદિવસ નો યોજાયેલ. જેમાં અમરેલી જિલ્લાનાં તમામ તાલુકઓમાંથી પોતાનાં નવતર પ્રયોગ લઈને ૫૮ પ્રાથમિક શિક્ષકશ્રીઓ એ ભાગ લીધો હતો, ભાઈ શ્રીના વિદ્યાપીઠ દેવકા મુકામે શાંત અને સુંદર સ્થળ પર 58 શીક્ષકો અને, સીઆરસી ,બીઆરસી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,ઉચ્ચધિકારીઓ, એસઓપી નાં પાલન સાથે મુલાકાત કરી હતી, સમગ્ર કાર્યક્ર્મ નું આયોજન ડાયેટ પ્રિન્સિપાલ દક્ષાબેન પાઠક, ભરતભાઈ ડેર સર, હરેશ ભાઈ અને તેમની સમગ્ર ટીમે ખૂબ જહેમત ઉઠાવી સુંદર આયોજન કરાયું હતું.જેમાં શાળા નંબર ૨ કન્યા શાળા માંથી પોતાનો નવતર પ્રયોગ લઈ ને શાળાના આચાર્ય બહેન *શ્રી ભારતીબેન બી.રાઠોડ ગયેલ છે. મારી લાડકી રે…. સરકારશ્રીના પરિપત્ર મુજબ *બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત* નો લઈ ગયેલ તેમને શિલ્ડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર, શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. એકંદર દેવકા મુકામે શાંત વાતાવરણમાં આ નવતર પ્રયોગ મેળો ખૂબ સરસ રહ્યો હતો દરેક તાલુકાના શીક્ષક ભાઈ બહેન વર્ચ્યુઅલ રીતે જોડાઈ ગયા હતા અને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.


