કોવિડ -૧૯ ની બિમારી ના કારણે જેતપુર પાવી તાલુકા માં જેટલા લોકો ના મુત્યુ થયા છે મુખ્ય કમાનાર વ્યક્તિ કોરોના ના કારણે મુત્યુ પામ્યો હોય તો તેમના પરિવાર ને ૪ લાખ રૂપિયા સુધીનુ વળતર આપવામાં આવે.
સરકાર શ્રી દ્વારા ૫૦,૦૦૦/- હજાર ની જાહેરાત કરવામાં આવી છે પણ હજુ સુધી એ બાબત માં કોઈ ફોર્મ ભરવામાં આવતા નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
જે લોકો કોરોના માં દાખલ થય ને બચી ગયા છે પણ તેમને ભારે મોટું મેડિકલ બીલ આવ્યું છે એનું પણ સરકાર ચુકવણું કરી આપે એવા સહી સાથે
છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ ના પ્રભારી આદરણીય હરેશભાઈ વસાવા સાહેબ ના અધ્યક્ષ સ્થાને જેતપુર પાવી તાલુકા કોંગ્રેસ સમિતિ ના સૌ હોદેદારો એ રાજ્ય સરકાર ને આવેદનપત્ર પહોંચાડવા માટે અમે મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


