Gujarat

શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)

———————————————————————
શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.સી.પરમાર સાહેબના હસ્તે ધોરણ ૧ માં પ્રવેશ મેળવતા બાળકોને કીટ અર્પણ કરીને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. રાષ્ટ્રનું ભાવિ એવા આ નાના ભૂલકાઓએ હોંશેહોંશે શાળા પ્રવેશ કર્યો હતો. આ કાર્યક્રમમાં ગામના પ્રતિષ્ઠિત અગ્રણી નાગરિકો ,વાલીગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મનસુખભાઈ છગનભાઈ કાથરોટીયા તરફથી ધોરણ એક ના બાળકોને કીટ તથા શાળાના તમામ બાળકોને સ્કૂલબેગ આપવામાં આવી હતી.તેમજ ગીરીશભાઈ નાગજીભાઈ સાવલિયા તરફથી ગત વાર્ષિક પરીક્ષામાં ધોરણ ૩ થી ૮ ના પ્રથમ નંબર મેળવેલ બાળકોને ઇનામ અને શાળાના તમામ બાળકોને ફુલસ્કેપ નોટબુક આપવામાં આવી હતી. શાળાના પ્રિન્સીપાલ શ્રી મુકેશભાઈ કથીરીયાના માર્ગદર્શન નીચે શિક્ષકગણ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *