Gujarat

શ્રી સરસ્વતી વિદ્યામંદિર વિશ્વ્ યોગ અઠવાડિયાની ઉજવણી યોગથી જ્ઞાનયોગ તરીકે,

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
તારીખ ૨૧.૬.૨૦૨૨ને મંગળવારના દિવસે સર્વેશ્વર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં ગુજરાત યોગ બોર્ડ અને શાળા પરિવારના સંયુક્ત પ્રયાસે સવારે યોગ, પ્રાણાયામ અને આસનો  કરાવી શાળામાં વિશ્વ્ યોગ અઠવાડિયાની ધામધૂમથી ઉજવણી કરાઈ. આ કાર્યક્રમ નિમિતે ગુજરાત યોગ બોર્ડ તરફથી અમરેલી જિલ્લાના સિનિયર કોચ અને સાવરકુંડલાના કોચ બીનાબેન જોશી અને તેમના પુત્ર  હાજર રહેલ. તેમાં તેમને બાળકોમાં યોગ માટે રસ કેળવાય અને હાલ પ્રાથમિક ધોરણથી જ બાળકો યોગ માટે જાગ્રત બની  યોગી તરીકેની મનોવૃત્તિ કેળવાય તેવા અવનવા આસનો  કરીને બતાવેલ.  શાળાના સ્ટાફના સાથ સહકારથી વિદ્યાર્થીઓ પાસે તેમની પ્રેક્ટિસ કરાવેલ  જેથી એમનો ભણતર પ્રત્યે રસ -રુચિ વધે,પ્રયાસો હાથ ધરેલ.સરસ્વતી વિદ્યામંદિરના  નવનિયુક્ત પ્રિન્સિપાલ મોહિતભાઈ પરમાર, ને કેમ્પસ ડિરેક્ટર ઝંકારભાઈ બોસમિયા અને વાઇસ પ્રિન્સીપાલ નીલમબેન વિરાણી દ્વારા શાળા પરિવાર વતી બીનાબેન જોશી અને તેમના પુત્રનો આભાર વ્યક્ત કરી ખુબજ સરસ રીતે ધામધૂમથી વિશ્વ્ યોગ અઠવાડિયાની ધામધૂમથી ઉજવણી કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *