Gujarat

શ્રીમતી વી. ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ ,સાવરકુંડલામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
તા.૨૩/૩/૨૦૨૨ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત, શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ટી.વાય.બી.એ. ની વિદ્યાર્થીનીઓને વિદાયનો કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમમાં શ્રી નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી મુકુંદભાઈ નાગ્રેચા તથા ઘેલાણી કેળવણી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને શ્રી નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી કનુભાઈ ગેડિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના બાદ તેજસ્વી વિદ્યાર્થીઓને સત્કારવાનો  ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો. ત્યારબાદ ટી.વાય ની વિદ્યાર્થીઓને વિદાય આપવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં વિદાય આપનાર તથા લેનાર વિદ્યાર્થિનીઓએ તેમજ અધ્યાપકો અને પ્રિન્સિપાલે પોતાના પ્રતિભાવો પાઠવ્યાં. છેલ્લે વિદ્યાર્થીનીઓનો મનગમતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં વ્યકિતગત અને સમુહનૃત્ય સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યાં. સભા સંચાલન કુ.વૈભવી. ખુમાણ અને મોરડ ક્રિષ્નાએ કર્યું. મહેમાનોનું સ્વાગત પ્રિન્સીપાલ શ્રી ચાવડા સાહેબે કર્યું.સ્વાગત ગીત કુ.અસ્મિતા વાળાએ રજૂ કર્યું.જાદવ ક્રિષ્ના અને ત્રિવેદી વૈશાલીએ મહેમાનોનું પુષ્પથી સ્વાગત કર્યું.આભાર દર્શન પ્રા.છાયાબેન શાહે કર્યું.સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પ્રા.ડો.રુક્સાનાબેન કુરેશીએ કર્યું.કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રા.ડો. પ્રતિમાબેન શુક્લ,પ્રા.કે.બી.પટેલ,ડો. જાગૃતિબેન રાઠોડ,પ્રા.ડો. હરિતાબેન જોષી,પ્રા.ડો.કે.પી.વાળા,પ્રા. હૈદરભાઈ,પ્રા. દિપકભાઈ,પ્રા. નયનાબેન,જીજ્ઞાબેન તથા સમગ્ર સ્ટાફે સહયોગ આપ્યો.

IMG-20220323-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *