અમદાવાદ
ધોરણ ૧૦માં અનેક વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પુનઃ પ્રવેશ આપવામાં આવતો નથી જેના કારણે વિદ્યાર્થીઓ પુનઃ પરીક્ષા આપે તેના પરિણામ પર અસર પડે છે. જેથી શાળા સંચાલક દ્વારા બોર્ડના સચિવને પત્ર લખી રેગ્યુલર પરીક્ષામાં નાપાસ થનારને નિયમિત વિદ્યાર્થી તરીકે ધોરણ ૧૦માં પુનઃ પ્રવેશ આપવા માંગણી કરવામાં આવી છે. રાજ્ય શાળા સંચાલક મંડળે ગુજરાત બોર્ડના શિક્ષણ સચિવને પત્ર લખીને જણાવ્યું છે કે, બોર્ડની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીને ગ્રાન્ટેડ સ્કૂલની ફી ભરીને નિયમિત વિદ્યાર્થી તરીકે પુનઃ પ્રવેશ આપવાની જાેગવાઈ ૧૯૪૭ માં કરવામાં આવી હતી. જે બાદ ૨૦૦૧ માં જાેગવાઈમાં સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં એક સ્કૂલમાં વધુમાં વધુ ૧૦ રિપીટર વિદ્યાર્થીને એક વર્ગમાં પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ૨૦૨૧ માં ૧૯૭૪ મુજબની જાેગવાઈની કમી કરવામાં આવી છે. જેથી હવે ડ્રોપ આઉટ રેશિયો વધશે. રિપીટર વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડવાની નોબત આવશે. ટ્યુશન વર્ગોને આ જાેગવાઈથી ફાયદો થશે. વિદ્યાર્થી આગળ અભ્યાસમાં પાછો પડશે, બેકાર યુવાનોની સંખ્યામાં વધારો થશે જેથી ધોરણ ૧૦માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવામાં આવેય.


