કેશોદ તાલુકાના અજાબ ગામના સરપંચશ્રી મગનભાઇ અઘેરાએ જણાવ્યું હતું કે, ગામડાના વિકાસ માટે સરકારશ્રી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. આજે અમારા ગામમાંથી મંત્રીશ્રી દેવાભાઇ માલમના હસ્તે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.
આ વિકાસ રથ થકી લોકોને સરકારી સહાય અને સુવિધા અંગે માર્ગદર્શન સાથે સહાય મળી રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૧૫માં નાણાપંચમાંથી રૂપિયા ૪૫ લાખ તથા ધારાસભ્ય, સાંસદસભ્યની ગ્રાન્ટ અને અન્ય ગ્રાન્ટ સહિત દર વર્ષે વિકાસ કામ માટે ૧ કરોડ જેવી રકમ ગ્રામ પંચાયતને મળે છે. તેમજ ૭ કરોડ ૧૦ લાખ જેવી રકમ વોટર શેડ યોજના હેઠળ કેન્દ્ર સરકારશ્રી દ્વારા મંજુર કરવામાં આવી છે. સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ ગામ લોકોને મળી રહે તેવી ગ્રામ પંચાયત કામગીરી કરી રહી છે.


