સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
વિધાર્થીઓનો ભણવાની સાથે રમત ગમત ક્ષેત્રમાં આગળ વધે એ હેતુથી સર્વેશ્વર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં આજે ધોરણ ૧ થી ૫ના તમામ વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ. આ રમતોત્સવમાં ખાસ વાત એ હતી કે આપણી નામશેષ થયેલ જૂની બધી રમતો જેવી કે લીંબુ ચમચી, સંગીત ખુરશી, ચાંદલા ચોપિંગ, જેવી અનેક રમતોનો સમાવેશ કરેલ હતો. તેમજ ધોરણ ૪ અને ૫ વચ્ચે ક્રિકેટ મેચના આયોજનમાં ધોરણ 5ની ટીમ વિજેતા રહી હતી. આ રમતોત્સવનું આયોજન સરસ્વતી વિદ્યામંદિર પરિવારના ગીતાબેન,રીનાબેન, સોનલબેન, સાબેરાબેન, આરજૂબેન, શ્રદ્ધાબેન અને કેયુરભાઈએ ખુબ જ ઉત્સાહ પૂર્વક કામગીરી બજાવી હતી.રમતોત્સવમાં વિજેતા ધોરણ 5ની ટીમ રહી હતી જેમને શાળાના પ્રિન્સિપાલ મોહિતભાઈ પરમાર તેમજ સ્ટાફના જંકારભાઈ બોસમીયા, નીલમબેન અને અન્ય સ્ટાફ મિત્રોએ ખુબ ખુબ શુભેરછાઓ અને પ્રોત્સાહન વધે એ માટે તમામ વિધાર્થીઓને સર્ટિફિકેટ આપી તેમને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.એમના ઉત્સાહને આવી જ રીતે ભવિષ્યમાં વધારતા રહેશે. આ રમતોત્સવ વિધાર્થીની અંદર રહેલા ટેલેન્ટને બહાર લાવી ખાલી ભણવામાં જ નહિ પરંતુ સરસ્વતીના વિધાર્થીઓ બધી રીતે તેમનો સર્વાંગી વિકાસ થાય એ દિશા તરફનો આ નમ્ર પ્રયાસ છે.ને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વાલીઓ એમના બાળકો એમાં ખાસ કરીને દીકરીઓને પણ ભણાવે, રમાડે, પોતાના પગભર કરીને શાળા,સમાજ અને પરિવારનું ગૌરવ વધારે એવી સ્કૂલના ટ્રસ્ટી મંડળ અને શાળા પરિવારની શુભેરછાઓ.

