પાટણ
સાંતલપુર તાલુકાના સિધાડા ગામનાં પાટીયા નજીક વાડામાં જવા જેવી બાબતમાં એક જ સમાજનાં બંને જૂથો વચ્ચે ઝઘડો અને મારામારી થવા પામી હતી. જેમાં એકની ઉપર કેટલાકે છરી અને પાઇપ, લાકડીથી હુમલો કરાયો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો હતો. સાંતલપુરનાં સિધ્ધાડા ગામે રહેતા અબ્દુલ કરીમખાન થેલા તેમના બાઇક ઉપર ઘરની ખરીદી માટે વારાહી ગામે જઇ રહ્યા હતાં. ત્યારે ગામનાં બસ સ્ટેન્ડે પહોંચ્યા ત્યારે ગામનાં બિસ્મિલ્લાહ નાગોરી તેમની બોલેરો ગાડી લઇને આવ્યા હતા અને અબ્દુલભાઇને બાઇકને અથડાતાં રોડ સાઇડે પડી ગયા હતા. ત્યારે બિસ્મીલ્લાહભાઇ તેમનાં બે પુત્રો સાથે હાથમાં લાકડી, છરી અને પાઇપ લઇને આવ્યા હતાં અને તેને કહેલું કે, ‘તને ના પાડી છે છતાં કેમ વાડામાં જાય છે?’ મારા બાપદાદાનો વાડો છે તો હું જાઉં છું અને આજે તો વારાહી જાઉં છું વાડામાં જતો નથી. તેમ કહેતાં તેને પેલા લોકોએ ગાળો બોલીને ઉશ્કેરાઇ જઇને તેને હથિયારોથી મારતાં તથા છરી મારવા જતાં અબ્દુલભાઇએ ખસડી જતાં ને તેને પકડી લેતાં ઇજા થઇ તેમણે બુમો પાડી હતી. લોકો દોડી આવતાં તેને સાંતલપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસ ગુનો નોંધ્યો હતો.


