આઝાદિકા અમૃત મહોત્સવ અને ફિટ ઇન્ડિયા ના સૂત્ર સાથે 1 થી 8 જૂન દરમિયાન 21 છોટાઉદેપુર લોકસભા ના 4 જિલ્લા અને 15 તાલુકામા સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત કબડ્ડી અને શૂટિંગ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જિલ્લાના પાંચ હજાર જેટલા ખેલાડી ઓ આ સ્પર્ધામાં ભાગ લેવાના છે ,મંગળવારે સવારે કબડ્ડી બાદ રાત્રે પોલીસ પરેડ મેદાનમાં તાલુકા કક્ષાની નાઈટ શૂટિંગ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી, ખુદ જિલ્લા પોલીસ અધિક્ષક IPS ધર્મેન્દ્ર શર્મા સ્પોર્ટસ યુનિફોર્મ મા પહોંચ્યા હતા અને ખેલાડીઓ સાથે હાથ મિલાવી પ્રોત્સાહિત કર્યા હતા અને ટોસ ઉછાળી સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી,આ પ્રસંગે જીલા ભાજપ મહામંત્રી અને પૂર્વ MLA પ્રોફેસર શંકર રાઠવા , નાયબ પોલીસ અધિક્ષક એ વી કાટકડ શહેર ભાજપ પ્રમુખ અને શહેર યુવા મોરચાના હોદ્દેદારો હાજર રહયા હતા,તાલુકા કક્ષાની શૂટિંગ વિલિબોલ સ્પર્ધામાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો, વિજેતા ટીમોને ટ્રોફી અને ઇનામ આપવામાં આવ્યા હતા,હવે જિલ્લા કક્ષાની ફાઇનલ નસવાડી ખાતે 8મી જૂન ના રોજ યોજાશે,આ પ્રસંગે જીલા ભાજપ મહામંત્રી પ્રો.શંકર રાઠવાએ પ્રેરણાસ્રોત ઉદબોધન કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


