Gujarat

સાથ ઔર વિશ્વાસ સે ભરા એક પ્રયાસ

પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના” હેઠળ જિલ્લાના 12 લાભાર્થી બાળકોને કલેકટર શ્રી ડૉ. સૌરભ પારધીના હસ્તે કીટ વિતરણ કરાયું

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા “પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજના”નું વીડિયો કોન્ફરન્સ મારફતે લોન્ચિંગ કરાયું

 

આ યોજના હેઠળ કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકોને 10 લાખની સહાય મળવાપાત્ર

 

જામનગર તા.30, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજનાનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા કલેકટર કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટર ડૉ. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ યોજના હેઠળ મંજૂર થયેલ જામનગર જિલ્લાના 12 લાભાર્થી બાળકોને કલેકટર શ્રી દ્વારા કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન શ્રી નો બાળકોને નામ સ્નેહપત્ર, કલેકટર શ્રી નું સર્ટિફિકેટ, PMJAY-MA કાર્ડ, સ્કૂલ બેગ, શાળાએ જતા ધો.1 થી 12નાં બાળકોને સ્કોલરશીપની સહાય  અને સ્ટેશનરીની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના જાહેર કરવામાં આવી હતી. જેનું અમલીકરણ મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજના હેઠળ કોરોના સંક્રમણથી જે બાળકના માતા – પિતા બન્ને અથવા કોઈ એકનું અવસાન પહેલા થયું હોય, હાલના સર્વાઇવિંગ પેરેન્ટસનું કે દત્તક વાલીનું અવસાન થયું હોય તેવા બાળકોના સર્વાગી વિકાસ માટે આ યોજના હેઠળ બાળક 23 વર્ષનું થાય ત્યારે  રૂ.10 લાખની સહાય મળવા પાત્ર છે.

 

વડાપ્રધાનશ્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે જણાવ્યું હતું કે બાળકોની વચ્ચે આવીને આજે મને સંતોષ મળ્યો છે. દેશની સંવેદના બાળકોની સાથે છે. તમારા સપના પૂર્ણ કરવા આખો દેશ તમારી સાથે છે. માં ભારતી તમામ બાળકોની સાથે છે. દેશભરમાં અનાથ થયેલા બાળકોની મદદ અને તેમના સર્વાંગી માટે સરકાર હંમેશા તત્પર છે.

 

કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર બાળકોને સરકાર તરફથી મળતી સહાય

 

મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત 23 વર્ષની વય સુધી માસિક રૂ.4000 ની સહાય અથવા પાલક માતાપિતા યોજના અંતર્ગત 18 વર્ષની વય સુધી માસિક રૂ.3000 સહાય

 

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 મુજબ અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ

 

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સાથે પોસ્ટમાં બાળકોના સંયુક્ત ખાતા ખોલાવવા તથા પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના અન્વયે રૂ.10 લાખ સુધીની વયમર્યાદા ધ્યાને રાખી શકાય

 

Ex-gratia સહાય અંતર્ગત બાળકોને 50 હજારની સહાય

 

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારઘીઅધિક નિવાસી કલેકટર શ્રી મિતેષ પંડ્યા, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા,બાળ કલ્યાણ સમિતિમાંથી શ્રી હર્શિદાબેન પંડ્યા, શ્રી ચમનભાઈ સોજીત્રા, સમાજ સુરક્ષા અધિકારી શ્રી પ્રાર્થનાબેન સિરસિયા, બાળ સુરક્ષા અધિકારી શ્રી જ્યોત્સનાબેન હરણ, જેજેબી સભ્યોમાંથી શ્રી ક્રિષ્નાબેન, શ્રી એમ. એન. કગથરા, પોસ્ટ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી, શ્રમ અધિકારી શ્રી તેમજ સીએચઓ આ ઉપરાંત ૧૨ બાળકો, તેમના વાલીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ તમામ બાળકોને જમવા તેમજ લેવા મૂકવા માટેની સગવડ પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

 

તા.28-05-2022ના રોજ જામનગર જિલ્લાના ઠેબા ગામ ખાતે પી.એમ.કિસાન લાઈવ ઇવેન્ટ પોગ્રામનુ આયોજન કરવામાં આવ્યું હતું.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કલોલમાં નેનો ઇફકો યુરીયા પ્લાટનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું તેમાં એફ.પી.ઓ. ઠેબા ગામમાં ખેડૂતોએ સી.એચ.સી. ઈ-ગવર્નન્સ દ્વારા લાઈવ ઇવેન્ટ જોઈ અને માર્ગદર્શન મેળવ્યું હતું.

1-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *