Gujarat

સાવરકુંડલા ખાતે ચાલી રહેલ બાયપાસના કામની અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લેતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા આગામી ૧૫ દિવસમાં શહેરજનોની સવલત માટે બાયપાસ ચાલુ કરવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સાવરકુંડલા શહેર ખાતે ચાલી રહેલ બાયપાસના કામનું અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરેલ હતું. આ તકે સાંસદશ્રીએ લોકોને સવલત મળી રહે તે હેતુથી આ બાયપાસ આગામી ૧૫ દિવસમાં કોઈપણ ભોગે ચાલુ કરવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરેલ હતી.
સાંસદશ્રી તરફથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં કરવામાં આવેલ અસરકારક રજૂઆતના ફળસ્વરૂપે આ કામ માટે સરકાર તરફ થી ₹ ૭ કરોડ થી પણ વધુની રકમ મંજૂર થયેલ અને આ કામ સાંસદશ્રી એ વ્યક્તિગત રસ લઈ દિવાળી પહેલા ચાલુ કરાવેલ હતું અને આજે સાંસદે ચાલી રહેલ કામની ચોથી વખત મુલાકાત લીધી હતી અને આ કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અધિકારીઓ અને એજન્સીને તાકીદ કરેલ છે.

IMG-20221106-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *