સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં આજરોજ વાર્ષિક પરીક્ષા શરૂ થતાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને તિલક કરી પ્રવેશ માટે આવકાર્યા આ સંદર્ભે આજે ભુવા પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષાઓ શરૂ થતા ભુવા ગામના મહેશભાઈ લાલજીભાઈ ભાલાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને બોલપેન તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું..આમ બાળકોને વાર્ષિક પરીક્ષા સારી રીતે પસાર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.. બાળકોએ પણ હોંશે હોંશે ચોકલેટ અને બોલપેન સ્વીકારી ખૂબ ખુશ અને પ્રસન્ન ચિત્તે પરીક્ષા આપતાં જોવા મળેલ


