Gujarat

સાવરકુંડલા ટાઉન પો.સ્ટે., વિસ્તારમાંથી દેશી બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર* નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ,* નાઓએ જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી.શાખાના *પો.સ.ઇ. શ્રી એસ.આર.શર્મા* તથા *એસ.ઓ.જી.ટીમ,* એ.ટી.એસ. ચાર્ટર લગત સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, સાવરકુંડલા ટાઉનમાં મારૂતિનગરમાં રહેતો દાઉદભાઇ કાળુભાઇ મોરી, પાસે ગેરકાયદેસર *(અગ્નિશસ્ત્ર હથિયાર)* છે અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટી જામગરી બંદુક *(અગ્નિશસ્ત્ર હથિયાર)* સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે.
 *પકડાયેલ આરોપી*
 દાઉદભાઇ કાળુભાઇ મોરી, ઉવ.-૨૨, ધંધો-મજુરી, રહે.મારૂતિ નગર, તા.સાવરકુંડલા જી.અમરેલી.
  *કબ્જે કરેલ મુદ્દામાલ*
મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી હાથ બનાવટી જામગરી બંદુક *(અગ્નિશસ્ત્ર હથિયાર)* કિ.રૂા.૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
 આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ,* નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. *પો.સ.ઇ., શ્રી એસ.આર.શર્મા* તથા *એસ.ઓ.જી. ટીમ* ને દેશી હાથ બનાવટી જામગરી બંદુક *(અગ્નિશસ્ત્ર હથિયાર)* સાથે એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રીપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220417-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *