Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં સરકારી પ્રાથમિક શાળાનાં પૂર્વ આચાર્ય શ્રી મગનભાઈ ગેડીયાના આર્થિક સહયોગથી પૃથ્વીનો ગોળો આ સરકારી પ્રાથમિક શાળાને સાદર ભેટ કરવામાં આવ્યો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હા પૃથ્વી તો ગોળ છે એ સાબિત કરતાં કરતાં સૈકાઓ વીતી ગયા. વળી નારંગી જેવી ચપટી ગોળ છે. આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ આપણાં અનેક ખગોળશાસ્ત્રીઓએ અથાગ મહેનત કરી હતી. અને અંતે સાબિત થયું કે પૃથ્વી ગોળ છે. આવી શૈક્ષણિક સમજણ આપવા માટે હવે પણ હવે પ્રત્યક્ષ શિક્ષણમાં ઘણાં ભૌગોલિક શેક્ષણિક સામગ્રીનો ઉપયોગ આજની શિક્ષણ વ્યવસ્થામાં થાય છે. જે સંદર્ભે સાવરકુંડલા તાલુકાના ભુવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં આ જ શાળાનાં પૂર્વ આચાર્ય શ્રી મગનભાઈ ગેડીયા દ્વારા પૃથ્વીના ગોળાની ભેટ અર્પણ કરવામાં આવી. આમ ગણો તો આ ભેટ ખરેખર શૈક્ષણિક અભિરુચિ વધારનારી જ ગણાય. અને આમ ભુવા ગામ ખરેખર શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિનાં નવીનતમ શિખરો સર કરતી જણાય છે. સાવરકુંડલા તાલુકાના ભુવા પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય શ્રી મગનભાઈ ગેડીયાના આર્થિક સહયોગથી વિદ્યાર્થીઓ દુનિયાના વિવિધ દેશોને ઓળખે તે માટે પૃથ્વીનો ગોળો અર્પણ કરવામાં આવ્યો છે.

IMG-20220128-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *