સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકા ના વીરડી(ઠવી)
ગામની ભારતી પાંચાભાઈ એ તાલુકા અને ઝાલા-મકવાણા , પરિવારનું ગૌરવ વધાર્યું છે ભારતી મકવાણા મધ્યપ્રદેશ હેન્ડ બોલ ટુર્નામેન્ટમાં સિલેક્શન થતા સમગ્ર પરિવાર અને મિત્રો સર્કલ દ્વારા અભિનંદન પાઠવી રહ્યા છે અગાવ પણ ભારતી મકવાણા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજસ્થાનના જેસલમેર રણ વિસ્તાર (ડેઝર્ટ)માં યોજાયેલ ટ્રેકિંગમાં ભાગ અને સફળતા પૂર્વક ટ્રેનિંગ પૂર્ણ કરી અવાર નવાર ભારતી ઝાલા-મકવાણા દરેક સ્પર્ધામાં ઝળકી છે તેમજ (બે) નેશનલ mkbu ભાવનગરથી અને (ત્રીજી)નેશનલ વીરનર્મદ યુનિર્વિસટી માંથી કુલ ત્રણ નેશનલ ટુર્નામેન્ટ માં રમી ચૂકેલ ભારતી ઝાલા મકવાણાએ પિતા પાચાભાઈ ઝાલા મકવાણાનું નામ પણ રોશન કર્યું છે. અને પોતાનું સપનું પોલીસ ઇન્સપેક્ટર તરીકેનું પૂર્ણ કરે અને દેશની સેવામાં સહભાગી બને તેવા શુભ આશિષ સાથે સમગ્ર કોળી સમાજ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ.


