Gujarat

સાવરકુંડલા નગરપાલિકા સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉપવન (જનતા બાગ) ખાતે લાંબા સમયથી બગીચામાં બંધ પડેલી મ્યુઝિક સિસ્ટમ નગરપાલિકા સદસ્યો ડો. કે. એમ. લાડવા, કેશુભાઈ ચુડાસમા તથા તેની ટીમના નિલેષભાઈ વાઘેલા (વાઈફાય વાળા) બટુકભાઈ જાત મહેનત જિંદાબાદ પારકી આશ સદા નિરાશ એ સૂત્રને સાર્થક કરી આ બંધહાલતમાં રહેલી મ્યુઝિક સિસ્ટમ ફરી ચાલું કરી. હવે આ બાગમાં એ ગીત સંગીતનાં મૃદુ સ્વરો સમગ્ર આભામંડળને  પુલકિત કરશે.  એ મદમસ્ત સંગીતના સૂરો હવે સાવરકુંડલાના આભમાં પણ લહેરાશે. લોકોને માટે ગીત સંગીત અને મનોરંજનનો મનમોહક રસથાળનો મદમસ્ત આલમ સર્જાશે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવકુંડલાનગર પાલિકા દ્વારા સંચાલિત  પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉપવન (જનતા બાગ) બગીચામાં જે મ્યુઝીક સિસ્ટમ લગાવવામાં આવેલ હતી તે ઘણા લાંબા સમયથી ટેક્નિકલ ખામીના કારણે બંધ હાલતમાં પડેલ હોય તે સાવરકુંડલા નગરપાલિકાના સદસ્ય દ્વારા જાતે ચાલું  કરાવતાં નગરપાલિકાના જાગૃત સદસ્યની સરાહનીય કામગીરી કરેલ છે જે બિરદાવવા લાયક ગણાય છે અને તેમણે જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરતા જાગૃત સદસ્ય         એમ પી લાડવા, કેશુભાઈ ચૂડાસમા
અને તેની ટીમ નિલેશભાઈ વાધેલા વાઇફાઇ વાળા તથા બટુકભાઈને આવી ઉમદા અને રચનાત્મક કાર્ય કરવા બદલ ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે તેઓના હસ્તે આવા શુભકાર્યો સદૈવ થતાં રહે એવી મનોકામના.

IMG-20221218-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *