સાવરકુંડલા તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરના બ્રહ્મ સમાજના તરવરિયા યુવા અગ્રણી અને લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ખાતે સતત સેવારત રાજુભાઈ બોરીસાગર આજરોજ ૪૪ વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. તેઓ શ્રી ખૂબ મિલનસાર સ્વભાવ ધરાવતાં હોવાથી સાવરકુંડલા શહેરનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સાથે ખૂબ ઘરોબો સંબંધ ધરાવે છે. આમ પણ સાવરકુંડલા ગૌશાળાના વિકાસ માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે. માનવતા એ જ પ્રભુતા એ સૂત્ર સાથે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા હમેશાં પ્રયત્નશીલ રહેતાં હોવાથી આમજનતામાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. સામાજિક ઉત્કર્ષ અને સમરસતાનાં સિધ્ધાંતને વરેલા રાજુભાઈને આજે પોતાના જન્મદિવસ નિમિત્તે શહેરનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.. ઈશ્ર્વર આપને દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન અર્પે અને જીવનનાં વિકાસનો સર્વોત્તમ શિખરો સર કરે એવી શુભેચ્છા સહ. Wishing you many happy returns of the day, RAJUBHAI
હસ્તે રહો, હસાતે રહો, મધુવનકી તરહ ખુશ્બુ સેવા સ્નેહ કી હર તરફ ફૈલાતો રહો…


