સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરને બોટાદ અમદાવાદ બ્રોડગેજ લાઈન શરૂ થવાની ગણતરી છે ત્યારે સાવરકુંડલા અને આસપાસના વિસ્તારનાં લોકોને સવારમાં વાયા બોટાદ બાવળા અમદાવાદ તરફ જતી એક ઇન્ટરસિટી મહુવા અમદાવાદ ટ્રેન શરૂ કરવામાં આવે એવું આમજનતા ઈચ્છે છે. આ સંદર્ભે સાવરકુંડલા શહેરનાં વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ રેલવે તંત્રને અમદાવાદ મહુવાની એક ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવા માટે જાહેર વિનંતી કરી છે. સાવરકુંડલા શહેરના નાગરિકોને મહુવા અમદાવાદની ડાયરેક્ટ ઇન્ટરસિટી ટ્રેન મળે તેવી અપેક્ષા છે. હા, બોટાદ અમદાવાદ બ્રોડગેજ લાઈન કન્વર્ઝન પૂર્ણ થતાં હવે ગણતરીના દિવસોમાં આ માર્ગ પર ટ્રેન વ્યવહાર શરૂ થવાની ગણતરી છે એવી પરિસ્થિતિમાં સાવરકુંડલા શહેરને પણ હવે આ ટૂંકા માર્ગ વાયા બોટાદ, બાવળા નવા બ્રોડગેજ લાઈન માર્ગ મારફતે સાવરકુંડલા શહેરને એક સવારમાં અમદાવાદ તરફ જતી એક ઇન્ટરસિટી ટ્રેનની સુવિધા મળે તો મહુવા સાવરકુંડલા, લીલીયા, દામનગરનાં લોકોને અમદાવાદ પહોંચી પોતાના ખરીદી કે લોકવ્યવહારનાં કામ આટોપી રાત્રે ફરી પાછા એ જ ટ્રેનમાં પોતાના ગામે પરત ફરી શકાય તેવી સગવડ મળી શકે એ રીતે અને અમદાવાદ જવા માટે એક થી દોઢ કલાકનો સમય બચે અને રેલવે તંત્ર દ્વારા આ રૂટ પર ટ્રેન શરૂ કરવામાં આવે તો રેલવે વિભાગને ડીઝલની પણ થોડી બચત થશે . તો મહુવા અમદાવાદ ટ્રેન શરૂ કરવામાં આવે એવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. તંત્ર આ સંદર્ભે સર્વે કરી અને વહેલી તકે સવારની અમદાવાદ તરફ જતી ટ્રેન મળે એવું લોકો ઇચ્છી રહ્યાં છે. *હા, મીટર ગેજ સમયે મહુવા અમદાવાદ રૂટનો ટ્રેન વ્યવહાર શરૂ હતો.* હવે બ્રોડગેજ બાદ ફરી પુનઃ અમદાવાદ મહુવાની ટ્રેન શરૂ થાય તેવું સાવરકુંડલા વિસ્તારનાં લોકો પણ ઈચ્છી રહ્યા છે.


