Gujarat

સાવરકુંડલા શહેરમા મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યાશાળા નંબર ૨ ખાતે ધોરણ ૧થી ૫ બાળમેળો અને તારીખ ૨૬ ના રોજ જીવન કૌશલ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
૨૫ જુલાઈ ૨૦૨૨  ધોરણ ૧ થી ૫ બાળમેળાનું આયોજન શ્રી બ્રાંચ શાળા નંબર ૨ માં  કરવામાં આવ્યું હતું અને આજે ૨૬ જુલાઈ ૨૦૨૨ જીવનકૌશલ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા બાળમેળા વિભાગ મુજબ,માટીકામ, કલાકારી, ચિટક કામ, રંગપૂરણી , રોટલી વણવી, ઈસ્ત્રી કરવી, પંચર કરવુ, થાળીશણગારવી, ઊન ના ફૂલ બનાવી તોરણ બનાવવું, રાખડી બનાવવી, દુલ્હન ત્યાર કરવી, મહેંદી સ્પર્ધા, વાકૃત્વ, સ્પર્ધા, એકપાત્રી અભિનય, જુદા જુદા સ્ટોલ ઉભા કરેલા જેવાકે નાસ્તા સ્ટોલ, કટલેરી સ્ટોલ, રમકડાં સ્ટોલ, સ્ટેશનરી સ્ટોલ, વર્ગખંડ સુશોભન, ચિત્ર સ્પર્ધા, કુકર ફિટ કરવુ, કાર્બન સિલિંન્ડર વડે આગ કેમ બુજાવવી, પ્રયોગોનું નિદર્શન વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું, આ મેળા દરમિયાન  , શ્રી ભાવેશભાઈ બોરીસાગર કેની શ્રી, તેમજ શ્રી વિપુલભાઈ દુધાત સી.આર.સી કો. સાવરકુંડલા ૧, તેમજ શ્રી પ્રકાશબાપુ કથાકાર, આચાર્ય શ્રી ભારતીબેન,SMC સભ્યો અને વાલીગણ મુલાકાત લીધી અને બાળકોને બિરદાવ્યા હતા, સુંદર માગૅદશૅન આપ્યું હતું, સમગ્ર કાર્યક્રમ નું આયોજન શાળાના શિક્ષકો હંસાબેન,દિવ્યાબેન, રેખાબેન ,હર્ષાબેન ,અરુણાબેન ,સંદીપભાઈ, મૈત્રીબેન,જીજ્ઞાબેન,હસુભાઈ, તેમજ બી. એડ તાલીમાર્થી નિધિબેન, અને અબજલભાઈ  દ્વારા કરવામાં આવ્યું હતું.

IMG-20220726-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *